Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૧ કલાક તડકામાં રહેવાથી ૯૯.૯૯ ટકા બેકટેરિયા અને વાયરસને મારી શકે છે આ કપડાનું માસ્ક

વાયરસની સરખામણીમાં આરઓએસ માટે વધારે રક્ષક છે

નવી દિલ્હી તા. ૧૩ : સંશોધકોએ કોટન કપડાનો એવી રીતે રી યુઝ થઈ શકતુ માસ્ક બનાવ્યું છે. જે એક કલાક સૂરજના તડકામાં રાખવાથી તેના પર રહેલા ૯૯.૯૯ પ્રતિશત જીવાણુ અને વાયરસને મારી શકે છે. અલગ અલગ પ્રકારના કપડાથી બનનારા માસ્કમાં ખાંસવાથી અને છીંક ખાતી લખતે નીકળતા ડ્રોપ્સને રોકે છે. જયારે કોરોના અને અન્ય બિમારીઓના ફેલાવાને ઓછો કરવામાં મદદ મળે છે. એસીએસ 'એપ્લાઈડ મેટેરિયલ એન્ડ ઈન્ટરફેસેજ' જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવ્યાનુંસાર માસ્ક પર લાગેલા જીવાણુ અને વાયરસ સંક્રમક હોઈ શકે છે .

અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સીટીના રિસર્ચરે એક નવું કોટન કપડું વિકસાવ્યું છે જે સૂરજના તડકામાં આવવાથી પ્રતિક્રિયાશીલ ઓકિસજન સ્પાઈજેસ(આરઓએસ) છોડે છે. જે કપડામાં લાગેલા સુક્ષ્મ બેકટેરિયાને મારે છે અને  તે ધોવા યોગ્ય ફરી યુઝ કરવા યોગ્ય અને પહેરવા માટે સુરક્ષિત રહે છે. તેમણે કહ્યું ક કોઈ વ્યકિત બપોરના જમવાના સમયે સૂરજની રોશનીમાં તમારા માસ્કને બેકટેરિયા મુકત  કરી શકે છે.

બંગાળ ડાઈથી બનેલું કપડું ફોટો સેનેટાઈઝર તરીકે સૂરજની રોશનીમાં આવવાથી એક કલાકમાં ઉપર રહેલા ૯૯.૯૯ ટકા બેકટેરિયાને મારી નાંખે છે. ૩૦ મિનિટની અંદર ટી ૭ બેકટેરિયા ફેઝને ૯૯.૯૯ ટકા સક્રિય કરી દે છે.  ટી ૭ બેકટેરિયાફેઝ વિશે માનવામાં આવે છે કે આ વાયરસ કોરોના વાયરસની સરખામણીમાં આરઓએસ માટે વધારે રક્ષક છે.

આ સંશોધનમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના વૈજ્ઞાનિકો પણ શામિલ હતા. તેમણે મિશિગનના ૩૮ હોસ્પિટલમાં દાખલ ૧૬૪૮ કોરોનાગ્રસ્ત ના ડેટાનું વિશ્લેષણ કર્યુ અને જોયું કે તેમાંથી ૩૯૮નું હોસ્પિટલમાં દાખલ થયા બાદ મોત થયુ છે. તથા ૧૨૫૦ જીવ બચ્આ ઠેય બચ્યા છે. ૪૮૮ દર્દીઓમાંથી ૩૯ ટકા દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા મેળ્યાના ૨ મહિના બાદ કહ્યું કે હજું અમે સામાન્ય ગતિવિધિઓ ચાલુ નથી કરી શકયા.

(9:57 am IST)