Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મુંબઇ સહિત ૩૨ સ્થળે આવકવેરાના દરોડાઃ રૂ. ૫૦૦ કરોડથી વધુની આવક પકડાઇ

નવી દિલ્હી,તા.૧૩:આવકવેરા વિભાગે મુંબઇ સહિત દેશભરમાં ૩૨ સ્થળે દરોડા પાડીને જાહેર ન કરાયેલી રૂ.૫૦૦ કરોડથી વધુની આવક શોધી કાઢી હતી. સત્ત્।ાવાર જાહેરાત પ્રમાણે આવકવેરા વિભાગે મંગળવારે મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, કોઇમ્બતોર, સાલેમ, ત્રિચી, મદુરાઇ અને તિરુનેલવેલીમાં સોનાના વેપારીઓની ૩૨ સંપત્ત્િ। પર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન એમણે રૂ.૫૦૦ કરોડથી વધુની જાહેર ન કરાયેલી આવક પકડી પાડી હતી અને એમાંથી અસેસીએ રૂ. ૧૫૦ કરોડની આવક સ્વૈચ્છિક રીતે જાહેર કરી હતી.

અંદાજે રૂ. ૪૦૦ કરોડનું ૮૧૪ કિલો સ્ટોક કરતા વધારે સોનું પકડાયું હતું, પણ એ જપ્ત નથી કરાયું અને એને માટે કરની વસૂલાત કરવામાં આવશે.

એમણે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે આ જૂથ એક ખાસ પ્રકારનું સોફ્ટવેર વાપરીને અસલ વેપાર છુપાવતા હતા. તેઓ રફ એસ્ટિમેટવાળા ખોટા બિલો અને ઇનવોઇસ બનાવીને માલની ડિલિવરી કરતા હતા અને ડિલિવરી બાદ એ ફાડી નાખવામાં આવતા હતા. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે અને આ રીતે વધુ છુપાવવામાં આવેલી આવક વિશે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

(9:52 am IST)