Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી : અપરાધિત અવમાનના કેસ ચલાવવા એટર્ની જનરલે આપી મંજૂરી

એટર્ની જનરલે કહ્યું કે આ ટ્વીટ સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયાધીશોની નિષ્ઠાનું અપમાન

નવી દિલ્હી :કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી શકે છે,ભારતના એટર્ની જનરલ કેકે વેણુગોપાલે તેના વિરુદ્ધ આપરાધિત અવમાનના કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કામરાએ સુપ્રીમ કોર્ટને લઇને કેટલીક ટ્વીટ કરી હતી, તે પછી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી અને કહેવામાં આવ્યું હતુ કે આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. ફરિયાદમાં ઉલ્લેખિત ટ્વીટ્સને કે.કે.વેણુગોપાલે તદ્દન વાંધાજનક અને અભદ્ર ગણાવી છે.

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ કથિત અપમાનજનક ટ્વીટ માટે કામરા વિરુદ્ધ આપરાધિક અવમાનનાનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. એટર્ની જનરલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ સમય છે કે લોકો એ વાતને સમજે કે સુપ્રીમ કોર્ટ પર કારણ વગર હુમલો સજા તરફ દોરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોમેડિયનની ટ્વીટ માત્ર ‘ખરાબ ટેસ્ટ’ જ ના હતા પરંતુ આ સ્પષ્ટ રીતે હાસ્ય અને અવમાનના વચ્ચેની લાઇનને પણ ઓળંગી ગઈ હતી

 

એટર્ની જનરલે જણાવ્યું કે આ ટ્વીટ સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયાધીશોની નિષ્ઠાનું અપમાન છે. આજકાલ લોકો ખુલ્લી રીતે સુપ્રીમ કોર્ટની ટીકા કરે છે અને તે માને છે કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.

ઉલ્લેખનીય છે કે શ્રીરંગ કાટનેશ્વરકરે કુણાલ કામરાના કેટલાક ટ્વીટ્સને લઇને એટર્ની જનરલને જણાવ્યું હતુ કે તેણે સુપ્રીમ કોર્ટની અવમાનના કરી છે, તેથી તેના વિરુદ્ધ આપરાધિક અવમાનનાનો કેસ ચલાવવામાં આવે. જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. કુણાલ કામરાએ આ ટ્વીટ્સ ટીવી એન્કર અર્ણબ ગોસ્વામીને જામીન આપ્યા પછી કર્યા હતા.

(12:16 am IST)