Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

IPLની વિજેતા ટીમના ખેલાડી- ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર અટકાવ્યો

નિર્ધારિત મર્યાદા કરતા વધારે સોનું મળ્યું : અન્ય કિંમતી સમાન પણ મળ્યો

મુંબઇઃ આઇપીએલ-2020ની વિજેતા ટીમના ખેલાડી અને ગુજરાતી ક્રિકેટર કુણાલ પંડ્યાની મુંબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. આઇપીએલ મેચ સમાપ્ત થતા તમામ ખેલાડીઓ યુએઇથી ભારત પરત આવી રહ્યા છે ત્યારે મુંબઇની ટીમમાં રમતા ગુજરાત ક્રિકેટર કુણાલ પંડ્યાની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્તમ માહિતી મુજબ DRI વિભાગના અધિકારોએ સોના અને અન્ય કિંમતી ચીજો લાવવાની શંકાના આધારે કુણાલ પંડ્યાની મુંબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. જો કે વખતે આઇપીએલમાં મુંબઇની ટીમે વિજેતા થઇ છે. આ ટીમમાં કુણાલ પંડ્યા ઓલરાઉન્ડર તરીકે રમે છે. ઉલ્લેખનિય છે કે, કૃણાલ પંડ્યા એ હાર્દિક પંડ્યાનો નાના ભાઇ છે.

 

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુએઇથી પરત ભારત આવેલા ક્રિકેટર કુણાલ પંડ્યાની પાસે નિર્ધારિત મર્યાદા કરતા વધારે સોનું મળી આવ્યુ છે. હાલ કસ્ટમના અધિકારીઓ તેમની પુછપરછ કરી રહ્યા છે અને તેમની પાસે મળી આવેલા સોનાના દસ્તાવેજો-બીલોની માંગણી કરી છે

(12:00 am IST)