Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાબુલમાં નાની વાનમાં વિસ્ફોટ : ચાર વિદેશી સહીત સાત લોકોના મોત : 10 ઘાયલ

કારમાં એક આત્મઘાતી હુમલાવરે આ વિસ્ફોટ કર્યો: હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી

 

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીડ વાળા વિસ્તારમાં એક નાની વાનમાં વિસ્ફોટ થયો. જેના કારણે ચાર વિદેશી નાગરિકો સહિત સાત લોકોના મોત નીપજ્યા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આંતરિક મંત્રાલય પ્રવક્તા નસરત રહીમીએ કહ્યુ કે બોમ્બનું લક્ષ્ એક કનાડાઈ સુરક્ષા કંપની ગાર્ડાવર્લ્ડનુ વાહન હતુ. વિસ્ફોટ જે સ્થળે થયો તે કાબુલ એરપોર્ટના ઉત્તરમાં છે અને આંતરિક મંત્રાલયની પાસે છે.

રહીમીએ કહ્યુ વિસ્ફોટના કારણે અમારા સાત લોકોના મોત થયા અને સુરક્ષા કંપનીના ચાર વિદેશી સભ્યો સહિત દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રહીમી અનુસાર મૃતક અફઘાન નાગરિક હતા. તેમણે મૃતક વિદેશી વ્યક્તિઓની નાગરિકતાની પુષ્ટિ કરી નથી.

આંતરિક મંત્રી મસૂદ અંદરાબીએ કહ્યુ કે મૃતકોમાં તેર વર્ષનો એક બાળક પણ સામેલ છે. આંતરિક મંત્રાલયના સૂત્રએ જણાવ્યુ કે કારમાં એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટ કર્યો. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.

(12:27 am IST)