Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જયપુરના રિસોર્ટમાં પાંચ દિવસ રોકાયેલ મહારાષ્ટ્રના ધારાસભ્યો મુંબઈ રવાના

ભાજપને સતાથી દૂર રાખવા કોંગ્રેસ અન્ય પાર્ટીનું સમર્થન કરશે કોંગ્રેસ પાર્ટી મૌલિક સિદ્ધાંતોના આધાર પર સમર્થન કરશે

જયપુર : મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ જયપુરમાં જણાવ્યું કે ધારાસભ્યોને પાંચ દિવસનો અનુભવ સુખદ રહયો છે રાજસ્થાનમાં સ્વાગત પરંપરા વખાણવા લાયક છે હાઇકમાન્ડના નિર્દેશ મુજબ મહારાષ્ટ્રની રાજનીતિની ભાગીદારી પર ચર્ચા થઇ છે

અવિનાશ પાંડેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના ભાજપને સતાથી દૂર રાખવા કોંગ્રેસ અન્ય પાર્ટીનું સમર્થન કરશે કોંગ્રેસ પાર્ટી મૌલિક સિદ્ધાંતોના આધાર પર સમર્થન કરશે અહમદ પટેલ,કે,સી,વેણુગોપાલે શરદ પાવર અને ઉદ્ભવ ઠાકરે સાથે મુલાકાત કરી છે

  કોંગ્રેસ નેતાએ કહ્યું કે મહારષ્ટ્રમાં મજબૂત ક્રિયાશીલ સરકાર સ્થાપિત કરશું આજે દેશમાં અધોષિત કટોકટી ની સ્થિતિ છે તેનીસામે મળીને લડશું

(8:36 pm IST)
  • બ્રિક્સ સંમેલનમાં પુતિનનને મળ્યા પીએમ મોદી : શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલની રાજધાની પહોંચ્યા : પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા access_time 1:07 am IST

  • કલેકટર કચેરીમાં બપોર બાદ બીન ખેતી ઓપન હાઉસઃ ૭૦થી વધુ કેસોઃ કલેકટર કચેરીમાં આજે બીન ખેતી ઓપન હાઉસઃ ૭૦થી વધુ કેસોઃ મંજૂરી અંગે બપોર બાદ હાથોહાથ અરજદારોને ઓર્ડર અપાશેઃ મહેસુલ-અપીલના કેસો અંગે સવારે ૧૧ વાગ્યાથી કલેકટરનું ઓપન બોર્ડ.... access_time 11:35 am IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST