Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પદમશ્રી ડો.સુધીર પરીખની ''પ્રાયર ઓફ મેરીલેન્ડ'' તરીકે નિમણુંકઃ યુ.એસ.એ તથા ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓ તથા ચેરીટી બદલ સેન્ટ જહોન એકયુમેનિકલ હોસ્પિટલ દ્વારા કરાયેલી કદર

મેરીલેન્ડઃ યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન પદમશ્રી તથા પરીખ વર્લ્ડ વાઇડ મિડીયા અને ITV Gold ના  ચેરમેનશ્રી ડો.સુધીર પરીખને ફીઝીશીઅન તથા ફિલાન્થ્રોપિસ્ટ તરીકે ''પ્રાવર ઓફ મેરીલેન્ડ'' નિમણુંક આપવામાં આવી છે. જે સેન્ટ જહોન એકયુમેનિકલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.

ડો.પરીખને તેમના વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓને તેમજ ભારતની હોસ્પિટલોમાં પણ સેવાઓ આપવા બદલ પસંદ કરાયા છે. તેવું પ્રિન્સ પિટરએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

ઉપરોકત નિમણુંક બદલ ડો.પરીખે આભારની લાગણી વ્યકત કરી હતી.

 

(8:25 pm IST)