Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મહારાષ્ટ્ર મુદ્દે અમિતભાઇ શાહે મૌન તોડ્યું : અમારું ગઠબંધન ચૂંટણી જીતશે અને ફડણવીસ સીએમ બનશે તે જાહેરમાં કહ્યું ત્યારે તેનો વિરોધ કેમ ના કર્યો

શિવસેનાની નવી માંગ સ્વીકાર્ય નથી : સરકાર રચવા 18 દિવસનો સમય અન્ય કોઈ રાજ્યમાં આપ્યો નથી : કોઈ પાર્ટી પાસે નંબર હોય તો રાજ્યપાલ પાસે જઈ શકે છે

નવી દિલ્હી : મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે  તેમણે કહ્યું કે, શિવસેનાની માંગ સ્વિકાર્ય નથી. ઘણીવાર હું અને વડાપ્રધાન મોદી જાહેરમાં કહી ચૂક્યા છીએ કે, જો અમારું ગઠબંધન ચૂંટણી જીતશે તો દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી હશે. ત્યારે કોઈએ તેનો વિરોધ નહોતો કર્યો હવે તેઓ નવી માંગ સાથે સામે આવ્યા છે જેની સ્વિકારી શકાય નહી.

 અમિતભાઇ  શાહે રાજ્યપાલના પગલાંનું સમર્થન કરતા કહ્યું કે, આ પહેલાં સરકાર ગઠન માટે આટલો સમય કોઈ રાજ્યમાં આપવામાં નથી આવ્યો. 18 દિવસનો સમય આપવામાં આવ્યો. રાજ્યપાલે દરેક પાર્ટીઓને ત્યારે બોલાવી જ્યારે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો. શિવસેના, કોંગ્રેસ, NCP અને ના અમે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જો આજે પણ કોઈ દળ પાસે નંબર હોય તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે.

(7:57 pm IST)