Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ફેરફાર કરવા માટે તૈયારી થઇ

ખર્ચને વધારવા, ફોરેન ફંડ પ્રવાહ વધારવા તૈયારી : આર્થિક સુસ્તી દૂર કરવા લેવામાં આવી રહેલ જુદા જુદા પગલારુપે ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ટૂંકમાં ફેરફાર

નવી દિલ્હી, તા. ૧૩ : ભારત સરકાર દ્વારા ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ફેરફાર કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા લોકોએ આ અંગેની પ્રતિક્રિયા આપી છે. ખર્ચમાં વધારો કરવા અને ફોરેન ફંડ પ્રવાહમાં નવા પ્રાણ ફૂંકવાના હેતુસર ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં વધારો કરવામાં આવી શકે છે. બજેટ નિવેદનમાં પણ આ દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્તમાન વ્યવસ્થા કરતા શેર હોલ્ડરોને ચુકવાતા ટેક્સને લઇને સુધારા કરવાની વાત કરવામાં આવી હતી. છ વર્ષની નીચી સપાટીએ વિકાસદર પહોંચી ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ડિવિડંડ ટેક્સનો બોજ કંપનીઓથી શિફ્ટ કરીને મૂડીરોકાણકારો ઉપર લઇ જવામાં આવશે. હાલના મહિનાઓમાં સત્તાવાળાઓ દ્વારા કોર્પોરેટ ટેક્સને પાછા ખેંચવામાં આવ્યા છે.

                   ગ્લોબલ ફંડ પર ટેક્સને પાછા ખેંચવામાં આવ્યા છે. સરકારી બેંકોમાં ૧૦ અબજ ડોલરની રકમ ઠાલવવામાં આવી છે. ખર્ચને વધારવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા વિદેશી મૂડીરોકાણના નિયમોને હળવા કરવામાં આવ્યા છે. આ તમામ પ્રકારના નિયમો વચ્ચે હવે ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી છે. ડિવિડંડ ટેક્સની અસર મૂડીરોકાણકારો ઉપર સીધીરીતે થશે. નાણામંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલને લઇને તરત કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ હિલચાલ સરકાર દ્વારા નિમવામાં આવેલી પેનલની ભલામણો પૈકી એક તરીકે રહી છે. ભારતીય કંપનીઓ જાહેર કરવામાં આવેલા ડિવિડંડના ૧૫ ટકા ટેક્સ ઓફિસની ચુકવણી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. મૂડીરોકાણકારો મલ્ટીપલ કરવેરાને લઇને દેખાવોકરી રહ્યા હતા. ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ દર વર્ષે તિજોરીમાં ૬૦૦ અબજ રૂપિયાનીરકમ લાવે છે પરંતુ સૂચિત ફેરફારના લીધે કલેક્શનપર કોઇ અસર થશે નહીં.ભારતના જીડીપીમાં ફિસ્ક્ડકેપિટલ ફોર્મેશનના શેરમાં ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે, કંપનીઓ મુડીરોકાણથી દૂર ભાગી રહી છે.

(7:56 pm IST)