Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગુજરાતના ખેડૂતો માટે 700 કરોડની સહાય જાહેર: ચાર લાખ ખેડૂતોને મળશે લાભ : મંત્રીમંડળની બેઠકમાં નિર્ણંય

પાકમાં ૩૩ ટકાથી વધારે નુકશાન થયું હો તેને પિયત પાકોમાં પ્રતિ હેક્ટર ૧૩,૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર ૬,૮૦૦ ની સહાય ચુકવાશે :33 ટકા ઓછું નુકશાન હશે તેને પણ મળશે સહાય

ગાંધીનગર: રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના કેલીમીટી રીલીફ ફંડના ધારાધોરણ મુજબ જે પાકમાં ૩૩ ટકાથી વધારે નુકશાન થયુ હોય ત્યાં પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૬,૮૦૦ ની સહાય ચુકવવામાં આવશે.

આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ % કરતા ઓછુ છે તે ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરાયો છે

(7:06 pm IST)