Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અયોધ્યા આંદોલનના મૃતકોને શહિદનો દરજજો અને તેમના પરિજનોને આર્થીક સહાય-સરકારી નોકરી આપોઃ કારસેવકોને ધાર્મિક સ્વાતંત્ર સેનાની જાહેર કરો

અખીલ ભારતીય હિન્દુ મહાસભાની સરકાર સમક્ષ માંગણી : અધ્યક્ષ ચક્રપાણી મહારાજે વડાપ્રધાન, ગૃહમંત્રી, યુપીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ તા.૧૩, અખીલ ભારતીય હિન્દુ મહાસભાએ કારસેવકો વિરુધ્ધ  નોંધાયેલ ૧૯૯૨ના બાબરી મસ્જીદ ઘ્વંશ અંગેના કેસ પરત લેવાની માંગણી કરી છે. ઉપરાંત તેમણે સુપ્રિમકોર્ટના નિર્ણયનો હવાલો આપતા જણાવેલ કે ૧૯૯૨ કે તે પહેલા અયોધ્યા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા બધા રામ ભકતોને ''શહીદ''નો દરજજો આપવા પણ માંગ ઉઠાવેલ. સાથો-સાથ મૃતકોના પરિજનોને આર્થીક મદદ આપવા અને સરકારી નોકરી દેવા પણ જણાવ્યું હતુ. મહાસભાએ કારસેવકોને ધાર્મિક સ્વાતંત્ર સેનાની જાહેર કરવા પણ સરકાર પાસે માંગણી કરી છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ, ગૃહમંત્રી અમિતભાઇ અને યુપીના મુખ્યમંત્રી યોગીને સંગઠનના અધ્યક્ષ ચક્રપાણી મહારાજે આ અંગે પત્ર પણ લખ્યો છે.

(4:07 pm IST)