Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગુગલ પ્લે સ્ટોર પર મળી ૪૯ ખતરનાક એપ્સ, અત્યારે જ કરો ડિલીટ...

જો આપના સ્માર્ટફોનની સ્ક્રીન પર કોઈ ક્રોમ શોર્ટકટ દેખાય છે, તો આપે સમજી જવું જોઈએ કે આપના ડિવાઈઝ પર મૈલવેયર એટેક થઈ ચૂકયો છે

નવી દિલ્હી, તા.૧૩: ગુગલ પ્લે સ્ટોર પર ૪૯ નવા એપ્સની માહિતી મળી છે કે જે ગુગલ સિકયોરિટી સિસ્ટમને પણ મ્હાત આપી રહ્યા છે. આમાં થર્ડ પાર્ટી ફોટો એપ્લિકેશન્સ અને ગેમિંગ એપ્સનો પણ સમાવેશ થાય છે. આ મલીશસ એપ યૂઝર્સને જબરદસ્તી એડ દેખાડે છે. એક રિપોર્ટ અનુસાર આ એપ્સને ૩૦ લાખ ડિવાઈઝીસમાં ઈન્સ્ટોલ કરવામાં આવી ચૂકી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ એપ્સનો મલીશસ કોડ કસ્ટમ એલ્ગોરિધમથી ભરેલો છે. આટલું જ નહી પરંતુ આ એપ્સ ગૂગલ ક્રોમને જ ડિફોલ્ટ એડવેર બ્રાઉઝર બનાવી દે છે. આવામાં જો આપના સ્માર્ટફોનની સ્ક્રીન પર કોઈ ક્રોમ શોર્ટકટ દેખાય છે, તો આપે સમજી જવું જોઈએ કે આપના ડિવાઈઝ પર મૈલવેયર એટેક થઈ ચૂકયો છે.

દરેક વખતે મેલવેયર ઈન્સ્ટોલેશનના કેટલાક કલાક બાદ એડ દેખાડવાની શરુ કરે છે. આવામાં યૂઝર્સ માટે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે આ એડ કઈ એપ્સના કારણે દેખાઈ રહી છે. આ એપ્સને બંધ પણ નથી કરી શકાતી. ટ્રેંડમાઈક્રો દ્વારા એલર્ટ કર્યા બાદ ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. અહીંયા આપવામાં આવેલા ફોટોગ્રાફસમાં એપ્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જો આપના ફોનમાં આમાંથી કોઈપણ એપ છે તો તેને તુરંત જ ડિલીટ કરી દો. ટ્રેંડમાઈક્રોએ આ પહેલા પણ ગૂગલ પ્લે સ્ટોર પર મલીશસ એપને પકડી છે. ઓગસ્ટમાં ટ્રેંડમાઈક્રોના રિસર્ચર્સે ૮૫ મલીશસ એન્ડ્રોઈડ એપ્સની જાણકારી આપી હતી. આ પ્રકારે ઓકટોબરમાં ESET એ પ્લે સ્ટોર પર ઉપસ્થિત ૪૨ એપ્સના કોડમાં એક વાયરસ હોવાની વાત કહી હતી. મોટાભાગના મામલાઓમાં મેલવેર યૂઝર્સને જબરદસ્તી એડ્સ દેખાડવાનું કામ કરે છે. જો કે, સત્ય એપણ છે કે મૈલવેયર યૂઝર્સના પૈસાની પણ ચોરી કરી શકે છે.

(3:58 pm IST)