Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ધડાકાભેર મોબાઇલ ફાટતા યુવકનું દર્દનાક મોત

નવી દિલ્હી,તા.૧૩: આજકાલ મોબાઇલ આપણા જીવનનું એક અત્યંત જરૂરી અંગ બની ગયો છે. પણ તે બહુ નુકસાનકારક પણ બની શકે છે મોબાઇલ ફોન ફાટવાના કારણે ઘાયલ થવાના અથવા જીવ ગુમાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.

આવી જ એક ઘટના ઓરીસ્સાના પારાદિપથી પણ બહાર આવી છે. જેમાં એક યુવકનું મોત મોબાઇલ ચાર્જીંગ પર મુકીને પોતાની પથારી પાસે રાખીને સુઇ ગયો હતો અને ચાર્જીંગમાં મુકેલો મોબાઇલ ધડાકાભેર ફાટતા તેનું મોત થયું હતું.

(3:58 pm IST)