Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

હોંગકોંગમાં ચીન વિરોધી લોકરોષ વકર્યોઃ આગજનીઃ ટીયરગેસ-ગોળીબાર

એક વ્યકિતને પેટ્રોલ છાંટી સળગાવતા ગંભીર રીતે દાઝયોઃ રેલ સેવાઓ પણ અટકાવીઃ પ્રદર્શનકારી ઘાયલ

હોંગકોંગઃ હોંગકોંગમાં મંગળવારે ફરી વાર લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા, લોકોએ ઠેકઠેકાણે આગજની કરી હતી. દેશની સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દ્યણે ઠેકાણે રેલ સેવાઓને અટકાવી દેવામાં આવી હતી. માઓન શાન પ્લાઝા ખાતે એક વ્યકિત ઉપર કોઈકે પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલાના ફૂટેજ પણ વાઇરલ થયા હતા. કમકમાટી ઉપજાવે એવા ફૂટેજમાં પેટ્રોલ છાંટી તેને સળગાવી મુકાઇ રહ્યાનું જોવા મળે છે. જો કે આગ ચાંપતી વેળા તમે ચીની નથી, એવું કહેવાય છે, એ પણ સંભળાય છે. આગ ચાંપી દેતાં જ એ વ્યકિત નીચે જાતને રગદોળી આગ હોલવવાનો પ્રયાસ કરે છે પણ તે ગંભીર રીતે દાઝી જતાં તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોંગકોંગમાં ૨૪મા સપ્તાહ અંતે વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસે દેખાવકારને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી, તો એક શખ્સે બીજા પર પેટ્રોલ છાંટીને સળગાવી મૂકયાની દ્યટના બાદ મંગળવારે પણ તોફાનો ચાલુ રહ્યા હતા. હોંગકોંગમાં છેલ્લા છ મહિનાથી વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જેને રોકવામાં ચીન સરકારની સખતાઈ પણ નિષ્ફળ રહી છે.

 હોંગકોંગની ચાઇનીઝ યુનિ.માં ઝપાઝપી સર્જાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા ટિયરગેસનો મારો ચલાવ્યોહતો. દેખાવકારો હિંસક થયા બાદ કાબૂ મેળવવા માટે પોલીસે ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. પોલીસે કેટલાય રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. ટીવીના અહેવાલ મુજબ ઓછોમાં ઓછો એક પ્રદર્શનકારી તેમાં દ્યાયલ થયો હતો.

(3:45 pm IST)