Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પાકિસ્તાનને કાંકરીચાળો ભારે પડયોઃ ભારતે સટાસટી બોલાવતા ૪ નાપાક સૈનિકોનો ઢાળિયો

૩ ચોકીઓનો પણ કડુસલો ભારે નુકસાન

જમ્મુઃ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં રાજૈરીના કેરી સેકટરમાં સવારે સાત વાગ્યાથી ગોળીબારી શરૂ કરી દીધી છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ગઇ કાલે શાહપુર, કિરની અને બાલાકોટ સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંૅઘન કર્યું. સૈન્ય ચોકિઓ અને રહેંણાંક વિસ્તારને નિશાન બનાવીને ફાયરીંગ કર્યું સાંજે ચાર વાગ્યે શરૂ થયેલા ગોળીબારમાં મોડી રાત્રે સુધી ચાલુ હતી. સેનાની જવાબી કાર્યવાહીમાં પાકની ત્રણ ચોકીનો તબાહ થઇ ગઇ ત્રણથી ચાર સૈનિકો ઠાર કરવામાં આવ્યા છે.

મેંઢર સબ ડિવીઝનના બાલાકોટ સેકટરમાં પણ પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો ગઇ કાલે શરૂ થયેલી ગોળીબાર મોડી રાત્રે સુધી ચાલુ રહી હતી. અગાઉ પાક. સેનાએ શુક્રવારે જીલ્લાના કૃષ્ણા ઘાટીએ ત્રાસવાદી ઘૂસણખોરી કરાવા માટે ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર કર્યો હતો. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો જવાબી કાર્યવાહીમાં બે ઘૂસણખોરી ઠાર કરાયા હતા.

(4:08 pm IST)