Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મકાન ખાલી કરાવવાના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

અલ્હાબાદ, તા.૧૩: જો તમારૂ શહેરમાં મકાન હોય અને તમે ભાડાના મકાનમાં રહેતા હો ને મકાન માલીક તમને ભાડાનું મકાન ખાલી કરવાનું કહે તો ખાલી કરી દેવુ પડે કંઈક આવો જ ચુકાદો અલહાબાદ હાઈકોર્ટે આપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વેદપ્રકાશ અગ્રવાલ અરજી કરનાર મકાન માલીક દિપક જૈનનાં મકાનમાં ભાડુઆત હતા તેમના મૃત્યુ બાદ પરિવારનાં અન્ય સભ્યો મકાનમાં વારસદાર તરીકે રહેતા હતા.

મકાન માલીકે ભાડુઆતને એમ કહીને નોટીસ આપી કે આપની પાસે શહેરમાં આપના પાંચ મકાન હોય મારૂ મકાન ખાલી કરો, મારે મારા મકાનની જરૂર છે.જયારે ભાડૂઆતે મકાન ખાલી કરવાનો ઈન્કાર કર્યો તો અદાલતમાં પહોંચ્યો ભાડુઆતે એવી દલીલ કરી કે મકાનમાં ૨૫ ઓરડા છે એટલે તેને જરૂર નથી. પરંતુ હાઈકોર્ટે આ મામલે ન્યાયલયનો ચુકાદો રદ કરીને કહ્યું હતું કે ભાડુઆતનાં શહેરમાં પાંચ મકાનો છે તે તથ્યોમાં ધ્યાન ન અપાયુ હોઈ મકાન માલીકને ભાડાના મકાન ખાલી કરાવવાનો અધિકાર છે.

(3:43 pm IST)