Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ઉધ્ધવ ઠાકરે એ હિંદુત્વનો મુદ્દો છોડવાના આપ્યા સંકેત

નવી દિલ્હી  : મહારાષ્ટ્ર રાજકીય અસ્થિરતાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે.  ચૂંટણી પરિણામોના ૧૮ દિવસ પછી રાજયપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે, તેની સામે શિવસેનાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર બનાવવા માટે રાજયપાલે તેમને પુરતો સમય નથી આપ્યો.

જયારે કોંગ્રેસ-એન.સી.પી.ના વલણના કારણે શિવસેના પરેશાન છે, પણ અત્યારે તેના નિશાન પર ફકત ભાજપા છે, દરમ્યાન ઉધ્ધવ ઠાકરે એ એવા સંકેત આપ્યા છે કે, તે કોંગ્રેસ-એન.સી.પી. સાથે જોડાણ માટે હિન્દુત્વનો મુદ્દો છોડી શકે છે.

દરમ્યના આજે એન.સી.પી. દ્વારા સભ્યોની મહત્વપૂર્ણ માીટીંગ થવાની છે, જેમાં ભાવિ રણનીતી પર વિચાર કરવામાં આવશે. એન.સી.પી. સુપ્રિમો શરદ પવાર પણ આ બેઠકમાં હાજર રહેશે, પણ અત્યારે મહારાષ્ટ્રમાં સોૈથી મોટો સવાલ એ છે કે શિવસેનાને એન.સી.પી.-કોંગ્રેસનું સમર્થન મળશે કે નહીં?

(3:39 pm IST)
  • રાજયના પપ હજાર વીજ કર્મચારીઓ-અધિકારીઓની કાલની માસ સીએલ મુલત્વી રહે તેવી શકયતા ઉર્જા મંત્રીએ કમીટીને કાલે મંત્રણા માટે બોલાવી....: સાતમા પગાર પંચ-સ્ટાફની ઘટ-એરીયર્સ સહિતના પોણો ડઝન મુદા અંગે પપ હજાર વીજ કર્મચારીઓ-ઇજનેરોના આંદોલન સંદર્ભે જોઇન્ટ કમીટીને કાલે સવારે ૧૧ વાગ્યે મંત્રણા માટે બોલાવતા ઉર્જા મંત્રીઃ મીટીંગ સંદર્ભે કાલની માસ સીએલનો કાર્યક્રમ મુલત્વી રહેવાની શકયતાઃ આજે બપોરે મીટીંગ access_time 11:35 am IST

  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST

  • મધ્યપ્રદેશમાં ડેન્ગ્યુનો કહેર : ડેન્ગ્યુના 2915 કેસ નોંધાયા : બે લોકોના મોત :મધ્યપ્રદેશના ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો :ડેન્ગ્યુના વધતા કેસથી રાજ્ય સરકાર ચિંતિત : આરોગ્ય વિભાગમાં દોડધામ access_time 1:06 am IST