Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

આરટીઆઇના દાયરામાં રહેશે ચીફ જસ્ટીસની ઓફીસઃ સુપ્રિમનો ચુકાદો

પ્રજામાં ન્યાય તંત્ર માટે વિશ્વસનીયતા વધશે અને સીસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે

નવી દિલ્હી, તા., ૧૩: સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની ઓફીસ પણ માહિતીના અધિકાર કાનુન એટલે કે આરટીઆઇના દાયરામાં આવી ગઇ છે. સુપ્રિમ કોર્ટે આજે બપોરે ઐતિહાસિક ફેંસલામાં કહયું છે કે સીજેઆઇની ઓફીસ પણ પબ્લીક ઓથોરીટી છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ  ચુકાદો ઘણો મહત્વનો ગણવામાં આવે છે તેને માહીતીના અધિકારના કાનુનની મજબુતીના હિસાબથી મોટો ફેંસલો માનવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે કહયું છે કે તમામ જજ આરટીઆઇના દાયરામાં આવી જશે. સુપ્રિમ કોર્ટે આ પ્રકારે દિલ્હી હાઇકોર્ટના ફેંસલાને યથાવત રાખ્યો છે.

અત્રે નોંધનીય છે કે દિલ્હી હાઇકોર્ટે પોતાના ફેંસલામાં કહયું હતું કે સીજેઆઇની ઓફીસ એક જાહેર ઓફીસ છે અને તેને આરટીઆઇ હેઠળ લાવવી જોઇએ. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે ઉપરોકત ફેંસલો સંભળાવ્યો છે. એક અપીલ થઇ હતી જે દિલ્હી હાઇકોર્ટે ર૦૦૯માં આપેલા આદેશ વિરૂધ્ધ થઇ હતી.

જજોના કાયોને આરટીઆઇ દાયરામાં લાવવાની સૌથી મોટી દલીલ એ છે કે આનાથી પ્રજામાં ન્યાયતંત્ર માટે વિશ્વસનીયતા વધશે અને સીસ્ટમમાં વધુ પારદર્શીતા આવશે.

(3:35 pm IST)