Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બેંગ્લુરુના સુમસામ રસ્તા પર ભૂત બનીને લોકોને ડરાવતા 7 યૂટ્યૂબર્સની ધરપકડ

રસ્તા પરથી પસાર થતાં લોકોને ડરાવવા માટે ભૂતનો પરિવેશ ધારણ કરતા: લોકો ડરી જતા બાદમાં તેનો વિડિઓ અપલોડ કરતા

કર્ણાટક પોલીસે બેંગલોરના રસ્તાઓ પર ભૂત બનીને લોકોને ડરાવવાનો આરોપમાં 7 યૂટ્યૂબર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ લોકો રસ્તા પરથી પસાર થતાં લોકોને ડરાવવા માટે ભૂતનો પરિવેશ ધારણ કરતા હતા. અને જ્યારે ત્યાંથી પસાર થતાં લોકો તેમનાથી ડરી જતા તો, આ યૂટ્યૂબર્સ તેમનો વીડિયો બનાવી લેતા હતા. જેને બાદમાં તેઓ પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરતા હતાં. આ બાબતને કારણે લોકોએ પોલીસને તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ઘ્યાન આપતા આ યૂટ્યૂબર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે CCTV ફુટેજના આધારે તેમની ધરપકડ કરી.હતી 

બેંગલુરુ નૉર્થ ડીસીપી એસ. કુમારના જણાવ્યા અનુસાર, યુવક બળજબરીથી રાહદારીઓને રોકી રહ્યો હતો અને તેમને ડરાવતો હતો. જોકે, તેમની જામીનની ધારાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાંથી જ તેમને જામીન પણ મળી ગઈ.હતી 

આ વીડિયો યશવંતપુર રોડ પર શરીફનગરમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 20-22 વર્ષનો યુવક સફેદ કપડા અને કાળી વિગ પહેરીને ભૂતના મૅકઅપમાં અચાનક રસ્તા પર આવી જાય છે. તે આવતાં-જતાં લોકોને હેરાન કરે છે, તો ક્યારેક કારની સામે આવીને ડરાવવાનો પ્રયાસ કરે છે.

ઘટનાના એક વીડિયોમાં યુવક સફેદ કપડા અને લાંબાવાળાની વિગ પહેરીને રાતના સમયે રીક્ષા ચાલક, બાઇક ચાલકોને ડરાવતો જોવા મળી રહ્યો છે. લોકોની ફરિયાદ બાદ ધરપકડ કરાયેલા સાત યૂટ્યૂબરની ઓળખ શાન મલિક, નિવાદ, સૈમ્યૂઅલ મોહમ્મદ, મોહમ્મદ અખ્યૂબ, શાકિબ, સૈયદ નાબીલ, યુસૂફ અહમદ તરીકે થઈ છે. આ સાતેય કૂકી પીડિયા (Kooky Pedia) નામથી યૂ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. તેમાં ભૂતવાળા પ્રેન્ક વીડિયો શૅર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કૂકી પીડિયાના વીડિયો ઘણા પસંદ કરવામાં આવે છે.

(2:08 pm IST)