Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કર્ણાટકમાં બાગી ધારાસભ્યો અયોગ્ય ગણાશે પરંતુ સુપ્રિમ કોર્ટ તરફથી મળી ચુંટણી લડવાની પરવાનગી

સ્પીકરે અયોગ્ય જાહેર કરેલા ધારાસભ્યોમાં ૧૪ કોંગ્રેસના જ્યારે ૩ જેડીએસના છે : સુપ્રિમ કોર્ટે સ્પીકરના નિર્ણયને બહાલ રાખ્યો

નવી દિલ્હી,તા.૧૩: સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેકયુલર (જેડીએસ)ના ૧૭ અયોગ્ય ધારાસભ્યોને રાહત આપતા તેમને પેટાચૂંટણી લડવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોની અયોગ્યતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે જો કે અયોગ્યતા અનિશ્યિતકાળ માટે હોઇ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ૨૫જ્રાક ઓકટોબરના રોજ સુનવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ આર.રમેશ કુમારે અયોગ્ય જાહેર કર દીધા હતા. ન્યાયમૂર્તિ એન.વી.રમણ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મોરારીની ત્રણ સભ્યવાળી બેન્ચે આ અયોગ્ય દ્યોષિત ધારાસભ્યોની અરજી પર ૨૫જ્રાક આઙ્ખકટોબરના રોજ સુનવણી પૂરી કરી હતી.  આ ધારાસભ્યોને અયોગ્ય દ્યોષિત કરતાં ૧૭માંથી ૧૫ સીટો માટે પાંચ ડિસેમ્બરે પેટાચૂંટણી થઇ રહી છે. અયોગ્ય ધારાસભ્યોએ પોતાની અરજીમાં ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે પેટાચૂંટણી ત્યાં સુધી ના થવી જોઇએ જયાં સુધી કે તેમની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ના આવી જાય.

પેટાચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૮મીનવેમ્બર છે. આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ૧૫ સીટો માટે યોજાનાર પેટાચૂંટણીની તારીખ સ્થગિત કરવાના ચૂંટણી પંચના નિર્દેશનો અનુરોધ કર્યો હતો.  વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ ૧૭ બાગી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. બીજીબાજુ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવા પર કુમારસ્વામીની સરકારે રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ ભાજપના બી.એસ.યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજયમાં નવી સરકારની રચના થઇ.

કર્ણાટક વિધાનસભામાં ભાજપની પાસે ૧૦૫ ધારાસભ્ય છે જયારે એક અપક્ષ ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. તો વિપક્ષ (કોંગ્રેસ-જેડીએસ-બસપા)ની પાસે કુલ ૧૦૧ સીટો છે. તેમાં કોંગ્રેસની પાસે ૬૬, જેડીએસ પાસે ૩૪ અને બસપાની પાસે ૧ સીટ છે. આ ૧૭ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવ પહેલાં પાટલી બદલતા રાજીનામા આપી દીધા હતા તેના કારણે તત્કાલીન સ્પીકર આર.રમેશકુમારે તેમને અયોગ્ય ગણાવ્યા હતા. તેના લીધે ગૃહમાં સભ્યોની સંખ્યા દ્યટીને ૨૧૧ રહી ગઇ હતી અને મેજિક નંબર ૧૦૬ થઇ ગયો હતો. તેના આધાર પર ભાજપ કર્ણાટકમાં બનાવામાં સફળ રહી હતી.

(3:34 pm IST)