Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

હિમાચલ પ્રદેશમાં ઝાડ પર લટકતી 'પરિણીતાની નિર્વસ્ત્ર હાલતમાં લાશ ' મળી : પતિ અને સાસુ-સસરાની ધરપકડ

પરિણીતાના વસ્ત્રો નાળીમાંથી મળ્યા, દુપટ્ટાનો લાગ્યો હતો ફંદો

હિમાચલ પ્રદેશમાં એક પરિણીતાનો મૃત દેહ નિર્વસ્ત્ર હાલતમાં તેમજ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા પોલીસે આ કેસમાં સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના અજનોલી નિવાસી 27 વર્ષીય મીનાક્ષીની લાશ હોવાનું બહાર આવ્યું છે .

 જાણવા મળ્યા મુજબ મૃતકના ભાઈએ સાસરિયા પર મીનાક્ષીને હેરાનગતિ પહોંચાડવા અને તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે સાસરિયા પક્ષ વિરુદ્ધ મીનાક્ષીને હેરાનગતિ પહોંચાડવાના આરોપસર ફરિયાદ દાખલ કરી છે. મૃતકનો પતિ જતિંદ્રપાલ સિંહ, સસરા ધન્ના સિંહ અને સાસુ શારદા દેવીની ધરપકડ કરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ટાંડા મોકલવામાં આવ્યું છે. તેમજ આ ઘટનાની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. ઘર પાસેના ઝાડ પર લટકતી હતી
   અજનોલીમાં કોઈ વ્યક્તિએ મીનાક્ષીના મૃતદેહને દૂર એક ઢાજ ઉપર લટકતા જોઈ હતી. તેણે તરત જ આ બાબતની જાણકારી તેના પરિવારજનોને આપી. તેમણે તરત જ ત્યાં પહોંચી પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોતાના કબ્જામાં લીધી હતી.

  મૃતકના કપડાં નજીકના એક નાળા નજીકની ઝાડીઓમાંથી મળ્યા હતા. જ્યારે મૃતદેહ દુપટ્ટાથી બનેલા ફંદા પર લટકતો મળ્યો હતો આ ઘટનાની જાણ મૃતકના પીયર પક્ષને કરવામાં આવી હતી. પંજાવરથી આવેલા મૃતકના ભાઈ અજય કુમારે મીનાક્ષીના પતિ, સાસુ અને સસરા પર હિરાનગતિનો આરોપ લગાવ્યો હતો. પોલીસે અજયકુમારની ફરિયાદ પર મીનાક્ષીના સાસરિયા પક્ષ વિરુદ્ધ આઇપીસીની ધારા 498 એ, 306 અને 34 ના અંતર્ગત કેસ દાખલ કરી તેમને તરત જ એરેસ્ટ કરી લીધા છે. મૃતકને લગભગ 3 વર્ષની દીકરી પણ છે.

  એસ.પી. દિવાકર શર્માએ જણાવ્યું છે કે પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગયેલ છે, મૃતકનો પતિ, સાસુ-સસરાને પોલીસ કેસની તપાસ કરી હતી. ભૂકાના પતિ અને સાસ-સસરાની પૂછપરછ ચાલી રહી છે. આગળની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહી છે.

(1:12 pm IST)
  • ઘોર કળીયુગ : ત્રણ દિવસમાં નિવૃત થવાના હતા પિતા : રહેમરાહે નોકરીની લાલચમાં પુત્રએ પતાવી દીધા : છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં અનુકંપા પર નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી : યુવક અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી લીધા: સન્ના થાણા ક્ષેત્રમાં મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેના પુત્ર જીવન સાય અને તેના બે સહયોગીની ધરપકડ કરી :સન્નાના જંગલમાં મહાબીર સાયની લાશ મળી હતી access_time 1:11 am IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST

  • બે મહિના પહેલાના અપહરણ-બળાત્કાર-પોકસોના આરોપીને રાજકોટ તાલુકા પોલીસ ઓરિસ્સાના બદુંગીયા જંગલ નકસલી વિસ્તારમાંથી ૧૦ દિવસની દોડધામને અંતે ઝડપી લાવીઃ નાના મવા રોડ પર કડીયા કામની સાઇટ પર રહેતો ગુલશન નામના શખ્સે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતોઃ એ પછી ફરાર થઇ ગયો હતોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી. એસ. વણઝારાની ટીમે કામગીરી કરીઃ બપોરે વિગતો અપાશે access_time 11:35 am IST