Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મંદિરમાંથી બહાર આવીને ભગવાન સમુદ્ર કિનારે નાનકના ભજન સાંંભળતા હતા, તાડના પાન પર પાંડુલિપીમાં નોંધાયેલો કિસ્સો

ભુવનેશ્વરઃ દુનિયાના ભ્રમણ દરમ્યાન જયારે ગુરૂનાનક પુરીના જગન્નાથ મંદિરે પહોંચ્યા તો તેમનો પોશાક જોઇને દ્વારપાળોએ તેમને ખલીફા સમજી લીધા અને મંદિર પ્રવેશવાની ના પાડી હતી. આ ઘરના જગન્નનાથ પુરીમાં આવેલ શ્રી જગન્નનાથ મંદિર સંગ્રહાલયમાં તાડના પાન પર લખેલ એક પાંડુલીપીમાં નોંધાયેલ છે.

પાંડુલીપીના પાના નંબર ૧૪માં લખ્યું છે કે, પુરીના રાજા પ્રતાપ રૂદ્રદેવના શાસન કાળના ૧૩માં વર્ષમાં ગુરૂનાનક, મરદાના અને ૧૪ અન્ય સન્યાસીઓ સાથે ભાદરવા સુદ એકાદશીએ જગન્નનાથ મંદિર પહોંચ્યા હતા. ગુરૂનાનકના પોશાકના કારણે તેમને ખલિફા સમજીને મંદિર પ્રવેશની પરવાનથી નહોતી અપાઇ. ગુરૂનાનક સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને ત્યાં જ ભજન કિર્તન અને પ્રવચન ચાલુ કરી દીધા. તે રામે રાજાને સ્વપ્નમાં ભગવાન જથન્નાથે આદેશ આપ્યો કે મંદિરમાં આરતી બંધ કરી દેવામાં આવે કેમ કે હું તે સમયે ત્યાં નથી હોતો. હું દરિયાકિનારે ભજન સાંભળતો હોઉં છું.

રાજાએ ત્યાં જઇને જોયું કે ગુરૂનાનક ભજન ગાઇ રહ્યા છે અને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા ત્યાં ઉભા છે. રાજાએ ગુરૂનાનક પાસે ક્ષમા યાચના કરી અને તેમને ભગવાન જગન્નાથના મંદિરે લઇ ગયા. ગુરૂનાનક જગન્નનાથમાં ૨૪ દિવસ પુરીમાં રોકાયા હતાં.

(12:55 pm IST)