Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પાંચ ગામવાસીઓને મારી નાખનાર હાથીને ઘેનનાં ઇન્જેશન આપી ઝડપી લીધો

આસામના ગોલપારા જિલ્લામાં તોફાને ચઢેલા હાથીએ પાંચ ગામવાસીઓના જીવ લીધા બાદ તેને પકડવા જોરદાર અભિયાન છેડવામાં આવ્યું હતું. ગામવાસીઓએ તો એને આતંકવાદીઓના આકા ગણાતા ઓસામા બિન લાદેનનું નામ પણ આપી દીધું હતું. આખરે વન વિભાગના અધિકારીઓએ એને દ્યેનનાં ઇન્જેકશન મારી બેભાન કર્યો હતો અને ત્યાર બાદ ક્રેનથી ઊંચકી પશ્યિમ આસામના રંગુલી ફોરેસ્ટ ડિવિઝનમાં લઈ જવાયો હતો.

(11:40 am IST)