Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જમ્મુ- કાશ્મીરમાં બરફવર્ર્ષાઃ સહેલાણીઓ ખુશખુશાલ

જમ્મુ- કાશ્મીરમાં ભારે બરફ વર્ષાના કારણે ઠેર- ઠેર બરફના થર જામી ગયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર ખીણ પ્રદેશે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. દરમિયાન જમ્મુ- કાશ્મીરના નાથાટોપ વિસ્તારમાં સહેલાણીઓએ બરફવર્ષાનો ખુબ જ લુફત ઉઠાવ્યો હતો. બાળકોએ બરફના ગોળા બનાવી રમવાની મજા પણ માણી હતી. ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં સહેલાણીઓએ મનભરીને સેલ્ફીઓ અને ફોટોગ્રાફ લેતા નજરે પડયા હતા. હીમવર્ષામાં પ્રવાસીઓના આવવાથી અહીંના ટુરીઝમ ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. ટૂંક સમયમાં જ જમ્મુ- કાશ્મીરમાં ''ચિલ્લાઈ કનાલ'' ઋતુની શરૂઆત થશે. જેમાં ખુબ જ ઠંડી પડે છે.

(11:38 am IST)