Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમેરીકાનો સૌથી મોટો ખતરો ચીનઃ નાણાકીય-સૈન્ય તાકાત અયોગ્ય રીતે વધારે છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીક ગણાતા ભારતીય મુળના નેતા નિકકી હેલીના પુસ્તક ''વીથ ડયુ રિસ્પેકટ''માં ધડાકોઃ ભારત પણ પરમાણુ દેશ, પણ તેનાથી કોઇ દેશને ખતરો નથીઃ ભરપુર વખાણ

વોશીંગ્ટનઃ ભારત અને ચીન વિશ્વના બે ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો છે પણ ચીન સમગ્ર વિશ્વ માટે અને ખાસ કરીને અમેરિકન અર્થતંત્ર માટે વધુ જોખમી છે તેમ ભારતીય મૂળના અમેરિકન નેતા નિક્કી હેલીએ પોતાના નવા પુસ્તકમાં જણાવ્યું છે. સંયુકત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ એમ્બેસેડરે પોતાના નવા પુસ્તક 'વીથ ડયુ રિસ્પેકટ'માં જણાવ્યું છે કે અમેરિકાને આજના સમયમાં સૌથી મોટો ખતરો ચીન તરફથી છે. હેલીએ જણાવ્યું છે કે ચીન અયોગ્ય રીતે સમગ્ર વિશ્વમાં પોતાની નાણાકીય અને સૈન્ય તાકાત વધારી રહ્યું છે. ચીન ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીની પણ ચોરી કરી રહ્યું છે. તે ઉત્ત્।ર કોરિયાને પણ મદદ કરી રહ્યું છે. ચીન પોતાની કરન્સીના ભાવમાં પણ ચેડા કરી તેનો અયોગ્ય લાભ મેળવી રહ્યું છે.

 બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂકેલા હેલીએ વધુમાં જણાવ્યું છે કે ચીનની સરકાર દ્વારા સૌથી વખત માનવાધિકારોનો ભંગ કરવામાં આવ્યો છે. ઇરાનને પરમાણુ શસ્ત્રો ન મળે તે માટે અમેરિકા કટિબદ્ઘ છે જો ઇરાનને પરમાણુ શસ્ત્રો મળશે તો તે વિશ્વ માટે જોખમી બનશે. હેલીએે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત પણ પરમાણુ દેશ છે પણ તેનાથી વિશ્વના કોઇ પણ દેશને ખતરો નથી કારણકે ભારત એક લોકશાહી દેશ છે. ઉલ્લેખનીય છે ક હેલીના શીખ માતા-પિતા ૧૯૬૯ અમેરિકામાં સ્થાયી હતાં.

 તેમણે વધુમાં જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબધો સતત મજબૂત બની રહ્યાં છે બંને દેશોની ભાગીદારી વ્યૂહાત્મક છે. બંને દેશો આતંકવાદથી પીડિત છે. અમેરિકા અને ભારત બંને દેશો લોકશાહી, સખત મહેનત, પરિવાર અને સિદ્ઘિમાં માને છે.ભારતીય અમેરિકનો અમેરિકામાં ખૂબ જ સફળ રહ્યાં છે અને તેનું મુખ્ય કારણ અમેરિકનો પ્રત્યે તેમનું વલણ ખૂબ જ સારૃં રહ્યું છે. હેલીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે ૧૯૯૦ ચીનમાં ૭૫ કરોડ લોકો ખૂબ જ ગરીબ હતાં. આ સંખ્યા દ્યટીને ૨૦૧૫માં એક કરોડ થઇ ગઇ છે.

(11:37 am IST)