Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભાજપ ગેલમાં...હવે વહેતુ મુકશે ઓપરેશન લોટસ

શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન ન થતા : ૪૦ ધારાસભ્યોનો ટેકો લેવા પ્રયાસ કરશેઃ ૨૯ અપક્ષોને સાથે લાવવા પણ પ્રયાસ કરશે

મુંબઈ, તા. ૧૩ :. મહારાષ્ટ્રમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લદાય ગયુ છે. રાજ્યમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ નથી તેથી હવે સૌથી મોટો પક્ષ ભાજપ સરકાર રચવા માટે પ્રયાસ કરશે. ભાજપ હવે ઓપરેશન લોટસ વહેતુ મુકવાની તૈયારીમાં છે.

ભાજપને ૧૦૫ બેઠકો મળી છે અને બહુમતી માટે તેને ૪૦ ધારાસભ્યોનો ટેકો જોઈએ. હવે પક્ષ રાજ્યના ૨૯ અપક્ષોનો ટેકો મેળવવા પ્રયાસ કરશે. એટલુ જ નહિ બીજા પક્ષના ધારાસભ્યોને પણ પોતાની પાસે લાવવા પ્રયાસ કરશે.

ભાજપના નેતા નારાયણ રાણેએ કહ્યુ છે કે, અમે સરકાર બનાવવા માટે પ્રયાસ કરશું અને બહુમતી મેળવી લેશું. ભાજપે હાલમાં જ કર્ણાટકમાં ઓપરેશન પાર પાડયુ હતું.

(11:36 am IST)