Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

શું ભાજપ સાથે ફરી દોસ્તી કરશે શિવસેના ?

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સંકેત...

મુંબઈ, તા. ૧૩ :. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ કોઈપણ પક્ષને બહુમતી નહિ મળતા આખરે રાષ્ટ્રપતિ શાસન લદાય ગયુ છે. જો કે શિવસેનાએ હજુ પણ ભાજપ સાથે સુલેહના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેનો સંકેત શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં આપ્યો છે. તેમણે કહ્યુ છે કે ભાજપે શિવસેના સાથે સંબંધ તોડયો છે શિવસેનાએ નહિ.

તેમણે કહ્યુ હતુ કે ભાજપ સાથેનુ ઓપ્શન હજુ સમાપ્ત નથી થયું. ભાજપે જ સંબંધ તોડયા છે. મેં ભાજપ સાથેના સંબંધો હજુ તોડયા નથી. તેમના આ નિવેદનથી જણાય છે કે તેઓ હવે ફરી જૂની મિત્રતા બાંધવા તૈયાર થયા છે. જોવાનુ એ છે કે તેઓ કોઈ બાંધછોડ કરે છે કે પછી કોઈ શરતો મુકે છે.

કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાનું ગઠબંધન શકય બનતુ જણાતુ ન હોવાથી શિવસેના પણ હવે ઠંડુ પડયુ છે અને તે પોતાના જૂના સાથી સાથે પરત આવે તેવી શકયતા છે.

(11:35 am IST)
  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૯૦૦ ઉછળી, સોનું રૂ.૧૫૦ વધ્યું ટ્રમ્પે ચીન સામે બોર્ડર એગ્રીમેન્ટની નવી શરત મૂકતાં ટ્રેડવોરનું સમાધાન ટલ્લે ચડતાં વિશ્વમાર્કેટમાં સોનું-ચાંદી સુધરતાં લોકલ માર્કેટમાં અસર જોવા મળીઃ રાજકોટમાં સોનુ ૧૦ ગ્રામના રૂ.૩૯૫૫૦, હોલમાર્કના રૂ.૩૮,૫૦૦ અને ચાંદીના એક કિલોના રૂ.૪૬,૦૦૦ access_time 6:02 pm IST