Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કેન્સરની વધારે હોસ્પીટલો બનાવવી જરૂરી

સંસદીય સમિતીની ભલામણ : વિકસીત દેશોમાં ૩૮ ટકાની સરખામણીએ ભારતમાં ૬૮ ટકા કેન્સરના દર્દીઓના મોત

નવી દિલ્હી,તા.૧૩: દેશમાં કેન્સર એક ગંભીર બિમારીનું રૂપ ધારણ કરી રહી છે. અને સરકારે આ બિમારીની ગંભીરના સમજીને મુંબઇમાં આવેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલની બ્રાંચો આખા દેશમાં વિસ્તારવી જોઇએ. એક સંસદીય સમિતીએ આ ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. સંસદીય સમિતીનો આ રિપોટ સંસદના શિયાળુ સત્રમાં રજુ થઇ શકે છે. સરકારી સુત્રો અનુસાર સંસદીય સમિતીની ભલામણ વિચારવા લાયક અને સરકાર આગામી બજેટમાં ટાટા મેમોરીયલ હોસ્પિટલ જેવી ત્રણ બ્રાંચો ખોલવાની જાહેરાત કરી શકે છે. આના માટે એક કમિટી હોમવર્ક પણ કરી રહી છે.

સમિતીએ ટાટા મેમોરીયલ હોસ્પિટલ પ્રકારની હોસ્પિટલો આખા દેશમાં ખોલવાની ભલામણ કરી છે. આ મોડલ હેઠળ ટાટા મેમોરીયલ હોસ્પિટલે રેલ્વે હોસ્પીટલ વારાણસીમાં એક હબ ખોલ્યો છે. અહીં કેન્સર રોગીનો મુખ્ય ઇલાજ કરાયા પછી કેન્સર કરેર થાય છે. સમિતી અનુસાર કેન્સરનો ઇલાજ બહુ લાંબો અને ખર્ચાળ હોય છે. એટલે આવા સેન્ટર બહુ મદદરૂપ સાબિત થશે. સંસદીય સમિતીએ સરકારને એક કમિટી બનાવવા કહ્યું છે કે જે આવા હબ બનાવવાની રૂપરેખા સરકારને બજેટ પહેલા આપી શકે.

એક રિપોર્ટ અનુસાર, વિકસીત દેશોમાં કેન્સરના ૩૮ ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. જ્યારે ભારતમાં આકડો ૬૮ ટકા છે. ૨૦૧૮માં કેન્સર ૧૩ લાખ નવા કેસ નોંધયા છે.

(4:07 pm IST)