Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મુંબઇમાં પત્રકાર પરિષદમાં વરિષ્ઠ અગ્રણી અહેમદભાઇનું મંતવ્ય

કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ ન આપી રાજયપાલે કરી બંધારણની મજાક

મુંબઇ તા.૧૩ :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મહારાષ્ટ્રમાં ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની તજવીજ બાદ મુંબઇ પહોંચ્યા હતા અને શરદ પવાર સાથે મળીને પત્રકાર પરિષદ યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે, શિવસેનાને દિલ્હીમાંથી સમર્થન આપવામાં કોઇ વિલંબ કરાયો નથી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીએ માત્ર ફોન કરીને સંપર્ક કર્યો હતો. અમારો સંપર્ક કરાયા બાદ અમે અમારા સાથી એનસીપી સાથે સંપર્ક સાધ્યો હતો અને હવે અમે નિર્ણય લેવાની યોજના બનાવી રહ્યા છીએ. કોંગ્રેસ-એનસીપીની સંયુકત પત્રકાર પરિષદમાં અહમદ પટેલ, શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ હાજર હતા.પ્રફુલ્લ પટેલે કહ્યું કે, બંને પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા થઇ હતી.૧૧મી નવેમ્બરે શિવસેનાને પહેલીવાર અમારો સંપર્ક કર્યોહતો. અમે આ મુદ્દે ચર્ચા કરીશું અને વહેલી તકે નિર્ણય લઇશું કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું કે, જે રીતે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરાઇ છે તેની અમે ટીકા કરીએછીએ. હું સુપ્રિમ કોર્ટની જે ગાઇડલાઇન છે આ સરકારે છેલ્લા પાંચ -સાત વર્ષથી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન માની નથી.મારા મતે આ લોકશાહી અનેબંધારણની મજાક ઉડાવાનો પ્રયાસ છ.ે રાજયપાલે પહેલા ભાજપ, પછી શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પણ કોંગ્રેસ સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું ન હતું.

(11:38 am IST)