Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

લતા મંગેશકર હજુ પણ ICUમાં :હોસ્પિટલમાં ગીત જ બન્યા તેમની તાકાત

સોશ્યલ મિડિયામાં લતાજીની સલામતીની લઇને સતત પ્રાર્થનાનો ધોધ વહી રહ્યો છે

નવી દિલ્હી,તા.૧૩: ૩૬ ભાષાઓ અને ૧૦૦૦થી વધારે ગીતને પોતાનો અવાજ આપી ચૂકેલા ભારત રત્ન લતા મંગેશકરની હાલત હાલ પણ નાજુક છે. ફેફસામાં ઇન્ફેકશન બાદ તેમણે મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા છે. જયાં હાલત વધારે ખરાબ થયા બાદ આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લતા મંગેશકરના પરિવાર સમાચાર એજન્સીને ખબર આપી છે કે હાલત હવે સ્થિર છે. જોકે, તેમની બીમારીને લઇને પરિવાર તરફથી કે હોસ્પિટલ તરફથી કોઇ અધિકારીક બુલેટિન જાહેર કર્યું નથી. જયારે સોશિયલ મીડિયામાં દીદીની સલામતીને લઇને સતત લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

તેમના ગીત દેશ જ નહીં દુનિયાભરમાં કરોડો પ્રશંસક છે, લગભગ ત્રણ પેઢીઓ તેમની ગીતને સાંભળતા મોટા થયા છે. લતા દીદીએ ગીત ભલે બંધ કરી દીધા હતા પરંતુ તે ટ્વિટર પર સતત જોડાયેલા હતા. તેમના ટ્વીટ આવતા રહેતા હતા. પરંતુ ૧૦ નવેમ્બર બાદ તેમનું ટ્વિટર હેન્ડલ પણ ખામોશ છે. દેશભરમાં લોકો તેમની જલદી સારા થવાની પ્રાર્થના કરી કરી રહ્યા છે. ધ્યાન આપવાની વાત એ છે કે આઇસીયુમાં જીંદગી માટે સંદ્યર્ષ કરી રહેલા લતા દીદી માટે ગીત જ આ સમયે તેમની સૌથી મોટી તાકાત બની રહી છે.

૯૦ વર્ષના લતા મંગેશકરનો ઇલાજ કરી રહેલા ડો. પતિત સમધાનીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે હાલત હાલ પણ નાજુક છે. પરંતુ સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો આવી રહ્યો છે. તે હાલ પણ હોસ્પિટલમાં છે. તમને જણાવી દઇએ કે દીદીને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમણે શ્વાસ લેવમાં તકલીફ થઇ રહી હતી.

લત્ત્।ા દીદીની તબિયતને લઇને સિંગર અદનાન સામીએ તેમના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરી છે. લત્ત્।ા મંગેશકર ફેફસામાં ગંભીર ઇન્ફેકશનથી પીડાઇ રહ્યા છે. તેની સાથે જ તેમને ન્યૂમોનિયા થઇ ગયો છે. તેમનું લેફ્ટ વેટ્રિકુલર કામ કરવાનું બંધ કરી દીધું છે.તમને જણાવી દઇએ કે લેફ્ટ વેટ્રિકુલર હૃદયને સૌથી વધારે ઓકિસજન આપે છે અને શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી છે. હાલત સમયની સાથે વધારે ગંભીર થતી જઇ રહી છે.

લત્ત્।ા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. અભિનેત્રી હેમા માલિનીએ લતા મંગેશકર માટે પ્રાર્થના કરતા ટ્વીટ કર્યું છે કે ભગવાન તેમણે આ સંકટમાં જલદી બહાર નીકાળે. સ્વર કોકિલા લતા મંગેશકરને ૨૦૦૧માં  સર્વોચ્ચ નાગરિક સમ્માન, ભારત રત્નથી સમ્માન કરવામાં આવ્યું હતું. સાથે તેમણે દાદા સાહેબ ફાલ્કે અને ત્રણ નેશનલ એવોર્ડ્સ મળી ચૂકયા છે.

એક દિવસ અચાનક સવારે ઉઠતા જ લત્ત્।ાદીદીને પેટમાં દુખાવો થયો હતો અને જયારે ડોકટરને બોલાવ્યા તો તેમણે લતાજીને દવા આપી તે બાદ તપાસમાં સામે આવ્યું કે સિંગરને ઝેર આપવામાં આવ્યું છે. તેની હજી સુધી કોઇ પુષ્ટિ થઇ શકી ન હતી અને આખરે તેમણે ઝેર કોને આપ્યું હતુ, પરંતુ ખબર અનુસાર જે દિવસે સવારે આ થયું હતું તે દિવસથી તેમના દ્યરનો કુક અચાનક ગાયબ થઇ ગયો.

(10:54 am IST)