Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મંદી અને મોંઘવારીના માર વચ્ચે માઠા સમાચાર

SBI કહે છે... ઓછો રહેશે જીડીપીનો દર

નવી દિલ્હી, તા.૧૩: એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં દેશના જીડીપી વૃદ્ઘિ દરનું અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે દ્યટાડીને ૫ ટકા કરી દીધો છે. પહેલા આર્થિક વૃદ્ઘિ દર ૬.૧ ટકા રહેવાની શકયતા વ્યકત કરી હતી. ભારતીય સ્ટેટ બેંકના આર્થિક રિસર્ચ વિભાગના રિપોર્ટ શ્નએકોરેપલૃમુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ઘિ દર દ્યટીને ૪.૨ ટકા રહેવાની શકયતા છે. તેનું કારણ વાહનોના વેચાણમાં આવેલો દ્યટાડો, એર ટ્રાવેલમાં દ્યટાડો, માળખાગત ક્ષેત્રનો વૃદ્ઘિ દર સ્થિર રહેવો તેમજ નિર્માણ અને પાયના ક્ષેત્રમાં રોકાણમાં દ્યટાડો છે.

રિપોર્ટમાં જોકે કહેવાયું છે કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧જ્રાક્નત્ન આર્થિક વૃદ્ઘિ દરમાં ઝડપ આવશે અને તે ૬.૨ ટકા રહી શકે છે. તેમાં કહેવાયું છે કે, આર્થિક વૃદ્ઘિને ગતિ આપવા માટે રિઝર્વ બેંક ડિસેમ્બરની મોનેટરિ પોલિસી સમીક્ષામાં નીતિગત દરમાં મોટો દ્યટાડો કરી શકે છે. ગત મહિને રિઝર્વ બેંકે નીતિગત રેટ (રેપો)માં ૦.૨૫ ટકાનો દ્યટાડો કર્યો. આ સતત ૫જ્રાક વખત છે કે જયારે રેપો રેટમાં દ્યટાડો કરાયો છે. કેન્દ્રીય બેંકએ ૨૦૧૯-૨૦ માટે આર્થિક વૃદ્ઘિ દરના અંદાજને પણ ૬.૨ ટકાથી દ્યટાડીને ૬.૧ ટકા કરી દીધો.

એસબીઆઈ રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે, શ્નઅમે ૨૦૧૯-૨૦ માટે જીડીપી વૃદ્ઘિના અનુમાનને ૬.૧ ટકાથી દ્યટાડી ૫ ટકા કરી દીધો.લૃ દેશના જીડીપીનો વૃદ્ઘિ દર ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં ૫ ટકા રહ્યો, જે ૬ વર્ષનું નીચલું સ્તર છે. રિપોર્ટ મુજબ, 'ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં વૃદ્ઘિ દર ૪.૨ ટકા રહેવાનુ અનુમાન છે. ઓકટોબર ૨૦૧૮માં ૩૩ કી ઈન્ડિકેટર્સમાં વૃદ્ઘિની ગતિ ૮૫ ટકા રહી, જે સપ્ટેમ્બર ૨૦૧૯માં માત્ર ૧૭ ટકા રહી ગઈ. માર્ચ ૨૦૧૯માં દ્યટાડામાં ઝડપ આવી છે.'

એકોરેપમાં કહેવાયું છે કે, ૨૦૧૯-૨૦માં વૃદ્ઘિ દરને વૈશ્વિક બજારોમાં નરમાશને ધ્યાનમાં રાખીને જોવો જોઈએ. દ્યણા દેશોમાં જૂન ૨૦૧૮ થી જૂન ૨૦૧૯માં વૃદ્ઘિ દરમાં ૦.૨૨ ટકાથી ૭.૧૬ ટકા સુધી દ્યટાડો આવ્યો છે અને ભારત તેનાથી અલગ ન હોઈ શકે. તેમાં કહેવાયું છે કે, મૂડીઝે પરિદ્રશ્યને સ્થિરથી નકારાત્મક કર્યું તેનાથી કોઈ મોટો પ્રભાવ નહીં પડે. તેનું કારણ એ છે કે, રેટિંગ ગત વાતો પર આધારતિ હોય છે અને આ વખતે બજારે પણ સંપૂર્ણ રીતે નકારી દીધું છે.(૨૩.૨)

(10:07 am IST)
  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • કરોડોના દાણચોરીના સોનાના જથ્થા સાથે પશ્ચિમ બંગાળમાંથી બે શખ્શોની ડીઆઈઆરએ ધરપકડ કરી access_time 9:03 pm IST

  • ઘોર કળીયુગ : ત્રણ દિવસમાં નિવૃત થવાના હતા પિતા : રહેમરાહે નોકરીની લાલચમાં પુત્રએ પતાવી દીધા : છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં અનુકંપા પર નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી : યુવક અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી લીધા: સન્ના થાણા ક્ષેત્રમાં મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેના પુત્ર જીવન સાય અને તેના બે સહયોગીની ધરપકડ કરી :સન્નાના જંગલમાં મહાબીર સાયની લાશ મળી હતી access_time 1:11 am IST