Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

છત્તીસગઢઃ રહેમરાહે સરકારી નોકરી મેળવવા દીકરાએ જ પિતાની હત્યા કરી

જશપુર, તા.૧૩: છત્તીસગઢના જશપુર જિલ્લામાં રહેમરાહે નિયુકિતની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી દીધી. યુવક અને તેના બે સહયોગીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જશપુર જિલ્લાના પોલીસ અધીક્ષક શંકરલાલ બધેલે મંગળવારે જણાવ્યું કે સન્ના પોલીસ સ્ટેશન હદમાં રહેતા મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેમના દીકરા જીવન સાય અને તેના બે સહયોગીઓની ધરપકડ કરી લીધી છે.

બધેલે જણાવ્યું કે, ગત રવિવારે સન્ના વિસ્તારના જંગલમાં મહાબીર સાયનો શબ મળી આવ્યો હતો. શબની પ્રારંભિક તપાસ દરમિયાન માથા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધીક્ષકે જણાવ્યું કે, પરિવારે જણાવ્યું હતું કે તેઓ (મહાબીર સાય) સન્ના સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારી હતા. દ્યટનાના ત્રણ દિવસ બાદ જ તેઓ સેવાનિવૃત્ત થવાના હતા. આ મામલામાં કોઈ પણ પુરાવા ન મળતાં પોલીસે મૃતકના બંને દીકરાઓની આકરી પૂછપરછ શરૂ કરી દીધી. પૂછપરછ દરમિયાન દીકરાએ ગુનો કબૂલ્યો

અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મહાબીર સાયના નાના દીકરા જીવન સાયે રહેમરાહે નિયુકિતની લાલચમાં પિતાની હત્યાની વાત સ્વીકારી લીધી. જીવન સાયે પૂછપરછ દરમિયાન બે અન્ય આરોપીઓની પણ પોલીસને જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવ્યા છે.

(10:05 am IST)