Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અત્યંત દુર્લભ 19 કેરેટના પિન્ક હીરાની જિનિવામાં હરાજી :3,63 અબજમાં વેચાઈ શકે

આ હીરો લગભગ 100વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળ્યો હતો.

 નવી દિલ્હી :એક અત્યંત દુર્લભ 19 કેરેટનો પિંક હીરાની સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં હરાજી થઈ રહી છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ 5 કરોડ ડૉલર એટલે કે 3.63 અરબ રૂપિયામાં વેચાઈ શકે છે. આ રીતે આ હીરો દુનિયામાં સૌથીવધુ બોલી વાળો હીરો હશે.

  પિંક લીગેસી ઓપન હાઈમર પરિવાર સાથે જોડાયેલો હતો. જેમણે દશકો સુધી ડી-બીયર્સ ડાયમંડ માઈનિંગ કંપની ચલાવી.પરંતુ હરાજી કરનારી સંસ્થા ક્રિસટાઈએ એ બતાવવાનો ઈનકાર કરી દીધો કે તેનો માલિક કોણ છે.

  આ હીરો લગભગ 100વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળ્યો હતો. ક્રિસ્ટાઈ ઈન્ટરનેશનલના જૂલરીહેડ રાહુલ કદાકિયાએ પિંક લિગેસીને દુનિયાના સર્વોત્તમ હીરામાંનો એક ગણાવ્યો. આ હીરો ફેંસી વિવિડ ગ્રેડેડ છે. જેમાં વધુમાં વધુ સંભાવિત રંગોની શ્રેણી હોય છે.ક્રિસટાઈએ કહ્યું કે 19 કેરેટના પિંક હીરાની ક્યારેય હરાજી થઈ નથી.

અત્યાર સુધીચાર જ 10 કેરેટથી વધુ અથવા પિંક હીરાની હરાજી થઈ છે. પાછલા વર્ષે નવેમ્બરમાં લગભર15 કેરેટનો એક પિંક હીરો હોંગકોંગમાં 32.5 મિલિયન ડૉલરમાં વેચાયો હતો.

(8:29 pm IST)