Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભારતને ૯ ટકા સસ્તા ભાવે આપ્યા છે રાફેલઃ અંબાણીને પસંદ કરવા અમારો નિર્ણય

દસોલ્ટ એવિએશનના સીઇઓ એરિક ટ્રેપિયરનો ધડાકો : રાહુલ ગાંધીના આરોપોને ફગાવ્યા : હું ખોટું નથી બોલતો : ૩૬ વિમાનોની કિંમત એટલી જ છે જેટલી ૧૮ની છે : ૨૦૧૯માં ભારતને મળશે રાફેલ

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલ અંગે સતત વડાપ્રધાન મોદી પર હુમલો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાફેલ વિમાન બનાવતી કંપની દસોલ્ટ એવિએશનના મુખ્ય કાર્યકારો અધિકારી (સીઇઓ) એરિક ટ્રેપિયરે રાહુલ ગાંધીના આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા એકસકલુસિવ ઇન્ટરવ્યુમાં એરીક ટ્રેપિયરે દસોલ્ટ - રિલાયન્સના જોઇન્ટ વેન્ચર સાથે સંબંધિત આરોપોને નકારી દેવામાં આવ્યા. એરિક ટ્રેપિયરે કહ્યું કે, તેને કોંગ્રેસ પક્ષની સાથે જૂનો અનુભવ છે અને કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીઓ પર તેમને દુઃખી કર્યા છે.

ટ્રેપિયરને જ્યારે પૂછવામાં આવ્યું છે રાહુલ ગાંધીના દસોલ્ટના અનિલ અંબાણી ગ્રુપની સાથે કરાર અંગે તેના ખોટું બોલવાનો આરોપ મુકયો છે તો એરિક ટ્રેપિયરે કહ્યું, હું ખોટું બોલતો નથી, મેં જે પણ નિવેદન આપ્યા છે તે સાચા છે, મારી પ્રતિષ્ઠા ખોટું બોલવાની નથી. સીઇઓ તરીકે હું ખોટું બોલી શકું નહીં.

ટ્રેપિયરે કહ્યું, કોંગ્રેસ પક્ષની સાથે અમને લાંબો અનુભવ છે. ભારતની સાથે અમારો પ્રથમ કરાર ૧૯૫૩માં નહેરૂ અને અન્ય વડાપ્રધાનની સાથે હતા. અમે ભારતની સાથે કામ કરી રહ્યા છીએ. અમે કોઇ પક્ષની સાથે કામ નથી કરી રહ્યા. અમે ભારતીય વાયુસેના અને ભારતીય સરકારને લડાકુ વિમાન જેવા રણનૈતિક ઉત્પાદનોની આપૂર્તિ કરી રહ્યા છીએ તે જ મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ૨ નવેમ્બરે પત્રકાર પરીષદમાં કહ્યું હતું કે, દસોલ્ટે અનિલ અંબાણીની ઘાટામાં ચાલી રહેલી કંપનીમાં ૨૮૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું જેનો ઉપયોગ નાગપુરમાં જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, લડાકુ વિમાનના નિર્માણનો કોઇ અનુભવ ન હોવા છતાં પણ રીલાયન્સને ઓફસેટ પાર્ટનરના રૂપે કેમ પસંદગી કરવામાં આવી તો ટ્રેપિયરે સ્પષ્ટ કર્યું કે, જે પૈસા રોકાણ કરવામાં આવ્યા છે તે સીધા રીલાયન્સને જઇ રહ્યા નથી પરંતુ જોઇન્ટ વેન્ચરને જઇ રહ્યા છે તેમાં દસોલ્ટ પણ સામેલ છે.

તેઓએ કહ્યું કે, અમે રિલાયન્સમાં પૈસા લગાવી રહ્યા નથી. પૈસા જોઇન્ટર વેન્ચરમાં જઇ રહ્યા છે જ્યાં સુધી કરારના ઔદ્યોગિક ભાગના સંબંધ છે. મારી પાસે દસોલ્ટના એન્જીનિયર અને શ્રમક છે જે નેતૃત્વ કરી રહ્યા છે તેની સાથે મારી પાસે રીલાયન્સ જેવી ભારતીય કંપની છે જે આમાં પૈસા લગાવી રહ્યા છે કારણ કે તેઓ તેમના દેશને વિકસીત કરવા માંગે છે.

ટ્રેપિયરે કહ્યું, અમારે કંપનીમાં ૫૦:૫૦ રીતે ૮૦૦ કરોડ લગાવાના છે. હાલમાં હેંગરમાં કામ શરૂ કરવા અને શ્રમિકો અને કર્મચારીઓને ચુકવવા માટે અમે પહેલા જ ૪૦ કરોડ રૂપિયા લગાવ્યા છે પરંતુ તે ૮૦૦ કરોડ રૂપિયા સુધી વધારી દેવામાં આવ્યું છે. જેનો અર્થ એમ થાય કે આવતા ૫ વર્ષોમાં દસોલ્ટ ૪૦૦ કરોડનું રોકાણ કરશે.

વિમાનોની કિંમત અંગે દસોલ્ટના સીઇઓએ કહ્યું કે, વર્તમાન વિમાન પહેલાની સરખામણીએ ૯ ટકા સસ્તા છે. તેઓએ કહ્યું જો તમે ઉડવા માટે તૈયાર ૧૮ વિમાનોની સરખામણી કરો છો તો ૩૩ વિમાનોની કિંમત તેટલી જ છે જ્યાં સુધી મને ખબર છે. કિંમત બે ગણી થવી જોઇએ કારણ કે આ ફ્રાન્સ સરકારનો ભારત સરકાર સાથે કરાર છે તેથી તેની પર ભાવતાલ થયો મારે કિંમતમાં ૯ ટકા ઘટાડો કરવો પડયો. ઉડવા માટે તૈયાર રાફેલની કિંમત ૩૩ વિમાનો વાળા કોન્ટ્રાકટમાં ૧૨૬ વિમાનોવાળા કોન્ટ્રાકટથી ઓછો છે.

યુપીએ સરકારે ફ્રાન્સની લડાકૂ વિમાન બનાવનારી કંપની દૈસો એવિએશનની સાથે ૧૨૫ રાફેલ વિમાનોનો સોદો કર્યો હતો. તેમાં ૧૦૮ વિમાનોનું નિર્માણ લાઈસેંસ્ડ પ્રોડકશન અંતર્ગત એચએએલ દ્વારા કરવામાં આવનાર હતું.૧૮ વિમાનોનું નિર્માણ ફ્રાન્સમાં કરીને તેને ભારતમાં લાવવાની યોજના હતી. આ સોદા આગળ નહિં વધે. મોદી સરકારે ૨૦૧૫માં ફ્રાન્સની સરકારની સાથે બીજો સોદો કર્યો હતો. તેમાં ૧૨૫ની જગ્યાએ માત્ર ૩૬ રાફેલ વિમાનો માટે ડીલ કરવામાં આવી હતી. તેની અનુમાનિત કિંમત ૫૪ અબજ ડોલર છે.

(3:42 pm IST)