Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ફાલતુ અરજી કરવા પર સુપ્રીમે આપી પ્રતિબંધની ચેતવણી

કોર્ટ બીજેપી નેતા અને વકીલ અશ્વની ઉપાધ્યાયને અયોગ્ય જનહિત અરજી કરવા પર લગાવી ફટકાર

નવી દિલ્હી, તા.૧૩: સુપ્રીમકોર્ટ ભાજપનેતા અને વકીલ અશ્વની ઉપાધ્યાયને ચેતવણી આપી કે તેઓએ વધુ એક અયોગ્ય જનહિત અરજી દાખલ કરી તો તેમને અરજી દાખલ કરવા અંગે પ્રતિબંધિત કરવામાં આવશે.

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇની પીઠે ઉપાધ્યાયના વકીલને કહ્યું કે તેના મુવકિલને કહે કે બીજીવાર આવી અરજી કરવાથી પ્રતિબંધિત કરવામા આવશે. આ અરજીનાં ઉપાધ્યાયે કહ્યું હતું કે રાજનૈતિક દળોને રોકડ ફાળો લેવા પ્રતિ વ્યકિત દિઠ મર્યાદા ૨૦૦૦ રૂપિયા નકકી કરવામા આવે કોર્ટ કહ્યું આ અરજીનો કોઇ મતબલ નથી તેમાંથી કોઇ અર્થ નીકળતો નથી.

ઉપાધ્યાય છેલ્લા એક વર્ષમાં સુપ્રીમમાં ૫૦ જનહિત અરજીઓ દાખલ કરી ચુકયા છે જેમાંથી વધુ પડતી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમકોર્ટ રેપ કાયદાની ધારા ૩૭૫ને લિંગ નિરપેક્ષ બનાવા માટે દાખલ જનહિત અરજીને ફગાવી દેવામા આવી. આ અરજી એક એનજીઓ ક્રિમિનલ જસ્ટિસ સોસાયટીએ દાખલ કરી હતી.

મુખ્ય ન્યાયાધીશની પીઠે કહ્યું કે આ  મુદ્દા પર વિદ્યાયિકાએ કાર્યવાહી કરવી જોઇએ અરજીકર્તાએ કહ્યુ કાયદામાં પુરૂષને અભિયુકત માનવાના આવે છે જયારે તે પણ પીડિત હોય છે.

(2:51 pm IST)