Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

J&K : નવી સરકાર બનવાના એંધાણ ઓછાઃ રાષ્ટ્રપતિ શાસન જ થશે લાગુઃ ૧૯-ડિસેમ્બરે રાજયપાલ શાસન થશે પૂર્ણ

કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરશે

જમ્મુ, તા.૧૩: રાજયમાં રાજયપાલ શાસન ખત્મ થયા પહેલા નવી સરકારની સંભાવના ઓછી નજર આવી રહી છે એવામાં ૧૯ ડિસેમ્બર બાદ જયાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે રાજયપાલ શાસનની ૬ મહિનાનો સમયગાળો ૧૯ ડિસેમ્બરે સમાપ્ત થઇ રહી છે. રાજયના સંવિધાન મુજબ રાજયપાલ શાસને વધારવાનો કોઇ જોગવાઇ નથી. એવામાં રાજયપાલ શાસન માટે સમયગાળો સમાપ્ત થયા બાદ કેન્દ્રસરકાર રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ શાસન માટે વડાપ્રધાનની અધ્યક્ષતામા કેબિનેટની બેઠકમાં રાજયપાલના રીપોર્ટપર વિચારબાદ રાષ્ટ્રપતિને ભલામણ મોકલવી જરૂરી છે જો રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો સંસદમાં તેને પસાર કરવાની જરૂરીયાત હશે નહિ.

૮૦ સભ્યોની વિધાનસભામાં પીડીપીના ૨૮, ભાજપના ૨૫ તથા કોંગે્રસના ૧૫ સભ્ય છે જો કે  કોઇ પણ પક્ષની પાસે સરકાર બનાવનો જરૂરી આંકડો નથી. ગયા મહીને રાજયપાલ સત્પાલ મલિકે પણ કહ્યું હતું કે તેઓ ઇચ્છે કે રાજયમાં ઝડપથી ચુંટણી યોજાય કારણ કે હાલની સદનમાં સરકાર નિર્માણ થતી જોવા મળી રહી છે.

ઉલ્લેબનીય છે કે મહેબુબા મુફતીના નેતૃત્વવાળી સરકારને ૧૯ જુને ભાજપનું સમર્થન પાછું ખેંચવાથી રાજયમાં રાજયપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

હાલની નિલંબિત વિધાનસભામાં પીડીપીના ૨૮, ભાજપના ૨૫ તથા કોંગ્રેસના  ૧૫ સભ્ય છે સુત્રોના કહ્યા મુજબ ઘાટીમાં પીડીપીથી નારાજ વિધાયકો તરફથી સરકાર ગઠનના પ્રયત્નો કરવાના આવી રહ્યા છે. ભાજપાના સહયોગી પીપુલ્પ કોન્ફરન્સના  પ્રમુખ તથા પૂર્વ મંત્રી સજજાદ ગની લોન તેમાં નારાજ એમએલએ તથા પૂર્વ મંત્રી ઇમરાન રજા અંસારી તેમની સાથે ખુલ્લે આમ ફરી રહ્યા છે ભાજપાના મંચ પર પણ સાથે જોવા મળી રહ્યા છે.

(2:51 pm IST)