Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આજે બેંગલુરૂમાં થશે બીજેપીના વરિષ્ઠ નેતા અનંતકુમારના અંતિમ સંસ્કાર : રાજનાથસિંહ રહેશે હાજર

રવિવારે મોડી રાત્રે બીજેપીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું થયું હતું નિધન

નવી દિલ્હી તા. ૧૩ : બીજેપીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારના અંતિમ સંસ્કાર આજે (૧૩ નવેમ્બર) બેગલુરૂ ખાતે રાખવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેમના પાર્થિવ શરીરને બેગલુરુ સ્થિત બીજેપીના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરવા માટે મુકવામાં આવશે. ત્યાર બાદ મંગળવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર સાંજે ચામરાજ પેટ પાસે આવેલા સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. વરિષ્ઠ નેતાના નિધન પર કર્ણાટકમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે.

અનંત કુમારના અંતિમ સંસ્કારમાં ઉપરાષ્ટ્રપતિ અમ વેકૈયા નાયડૂ, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ગૃહ રાજયમંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બેગલુરૂ ખાતે અનંત કુમારના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમના સહીયોગીને અંતિમ વિદાય આપી હતી.

મહત્વનું છે, કે હોસ્પિટલે જણાવ્યુ કે કેંન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતાનું સોમવારે બેગલુરુની એક સામાન્ય હોસ્પિટલમાં નિધન થયું છે. તે કેટલાય મહિનાઓથી ફેફસાના કેંસરથી ઝઝુમી રહ્યા હતા. બેગલુરુ દક્ષિણ સીટનના સાંસદ ૫૯ વર્ષીય અનંત કુમાર શ્રી શંકરા કેંસર હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે આશરે ૨ વાગ્યે તેમનું નિધન થયું હતું.

શ્રી શંકરા કેંસર ફાઉન્ડેશન બોર્ડના અધ્યક્ષ બી આર નાગરાજે જણાવ્યું કે અમેરિકા અને બ્રિટનમાં સારવાર કરાવ્યા બાદ કુમાર હાલમાં જ અહિયા આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીની પાસે અંતિમ સમયે તેમની પત્ની તેજસ્વિની અને બંન્ને દિકરીઓ હાજર હતી, નાયડૂએ સોમવારે કેન્દ્રીય મંત્રીના નિધન પર શોક જાહેર કરીને તેમણે એક સમર્પિત રાજનેતા ગણાવ્યા હતા. 

ઉપરાષ્ટ્ર્પતિના સચિવાલયે ટ્વિટ કરતા જણાવ્યું કે નાયજૂએ તેમને વિદ્યાર્થી આંદોલનથી લઇને સંસદ સુધીના વર્ષોના સાથી ગણાવ્યા છે, ઉપ રાષ્ટ્રપતિ એ કહ્યું કે, સંસદીય કાર્યમાં મંત્રી અનંત કુમારના નિધનના સમાચાર જાણીને હુ સ્તબ્ધ છું. તે વિદ્યાર્થી આંદોલનથી માંડીને સંસદ સુધીના કેટલાય વર્ષો સુધી મારા સહયોગી રહ્યા છે. તે એક સમર્પિત રાજનેતા હતા.

રાજયપાલ લાલજી ટંડને તેમના શોક સંદેશમાં કહ્યું કે, તેમની દૂર દ્રષ્ટી રાષ્ટ્રવાદી નીતિઓ, એદભૂત પ્રશાસનિક અને સંગઠનિક ક્ષમતાઓ તથા સંસદીય મામલામાં વિશેષજ્ઞના કારણે ભારતીય રાજનીતિમાં તમને વિશિષ્ટ ઓળખાણ મળી છે. તેમણે વધુમાં કહ્યુ તે અનંતજીના નિધનથી ભારતીય જનતામાં પણ શોકની લાગણી ફેલાઇ છે.

(2:21 pm IST)