Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સબરીમાલા મંદિર ઉપર સુપ્રિમ કોર્ટના ચુકાદાને પડકારતી ૪૫ અરજી પર પુનઃવિચાર રીટ પીટીશન ઉપર સુનાવણી તરફ સહુની મીટ

નવી દિલ્હી : ૧ થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિર પ્રવેશની છૂટ આપતા સુપ્રિમના ચુકાદાનો કેરળમાં પ્રચંડ વિરોધ થયો છે અને સ્થાનિક લોકોએ મંદિર માટેના આ ચુકાદાનો સ્વિકાર કર્યો નથી : સુપ્રિમમાં આ અંગે ગુરૂવારે સુનાવણી છે તે પૂર્વે કોર્ટ આજે ભૂતકાળમાં તેમણે (સુપ્રિમે) આપેલા ચુકાદા ઉપર પુનઃ વિચાર કરવાવાળી અરજી ઉપર સુનાવણી કરશે : ૪૫ અરજીકર્તાઓએ સુપ્રિમ કોર્ટને તેમના અગાઉના ચુકાદા ઉપર ફરી વિચાર કરવા આગ્રહ કર્યો છે : તેના ઉપર અત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ નરીમાન, જસ્ટીસ ખાનવીલકર, જસ્ટીસ ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચ સુનાવણી કરશે

(11:30 am IST)