Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સ્પાઇડર મેન, હલ્ક અને આયર્ન મેન જેવા સુપર હીરોના જન્મદાતા સ્ટેન લીનું નિધન

ન્યૂયોર્ક તા. ૧૩ : અમેરિકામાં કોમિક બુક સંસ્કૃતિનો ચહેરો માનવામાં આવતા વાલે સ્ટેન લીનું સોમવારે નિધન થયું હતું. તેમને માર્વેલ કોમિકસના જનક કહેવામાં આવે છે. તેમણે સ્પાઇડર મેન, એકસ મેન, હલ્ક, આયર્નમેન, બ્લેક પેન્થર, થોર, ડોકટરસ્ટેંઝ અને કેપ્ટન અમેરિકા જેવા સુપર હીરોને બનાવ્યા છે. અમેરિકાની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે ૯૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બીમાર રહેતા હતા.

તેમની પુત્રીના જણાવ્યા પ્રમાણે તેમના પિતા પોતાના ધા પ્રશંસકોને ખુબ જ પ્રેમ કરતા હતા. તેઓ મહાન અને ખુબ જ સભ્ય અને સૌમ્ય વ્યકિત હતા. ૨૮ ડિસેમ્બર ૧૯૨૨ના દિવસે ન્યૂયોર્કમાં જન્મેલા લીએ ૧૯૬૧માં ધ ફેન્ટાસ્ટિક ફોરની સાથે માર્વેલ કોમિકસની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તેમણે સ્પાઇડર મેન, એકસ મેન, હલ્ક, આયર્ન મેન, બ્લેક પેન્થર, થોર, ડોકટર સ્ટેન્ઝ અને કેપ્ટન અમેરિકા જેવા પાત્રોને બનાવ્યા છે. આ પાત્રો બાદ ફિલ્મોથકી તેમણે બોકસ ઓફિસ ઉપર ભારે ધમાલ મચાવી હતી.

માર્વેલની અત્યાર સુધીની લગભગ બધી જ ફિલ્મોમાં સ્ટેન લીએ કેમિયો રોલ કર્યો હતો. કોમિકસ ઉપરાંત ફિલ્મોમાં સ્કીનપ્લે પણ લખ્યા હતા. લીની કોમિકસના આખી દુનિયામાં કરોડો લોકો દિવાના છે.

(10:45 am IST)