Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પત્નીની યાદમાં મિની તાજમહેલ બનાવનાર 81 વર્ષના ફૈઝલ હસન કાદરીનું અકસ્માત બાદ અલીગઢમાં મોત

નિઃસંતાન દંપતી :કાદરીને તેમની બેગમ તજ્જમુલીની બાજુમાં દફનાવવામાં આવ્યા

 

અલીગઢ :પત્નીની યાદમાં મિની તાજમહેલ બનાવનાર 81 વર્ષના ફૈઝલ હસન કાદરીનું માર્ગ અકસ્માત બાદ મૃત્યુ નીપજ્યું છે  શુક્રવારે સવારે મોટર સાઈકલ સાથે  અકસ્માત થયા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને અલીગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમને તેમની બેગમ તજ્જમુલીની બાજુમાં દફનાવવામાં આવ્યા છે.

   બુલંદશહર નિવૃત્ત પોસ્ટમાસ્ટર ફૈજુલ હસન કાદરીએ તેમની સ્વર્ગીય પત્ની તજ્જમુલી બેગમની યાદમાં એક તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલની આકૃતિ એકદમ તાજમહલ જેવી રાખવામાં આવી છે. પરંતુ તે જોવામાં એકદમ સાધારણ લાગે તેવો છે. તે 15 લાખના ખર્ચે તૈયાર કરવામા આવ્યો છે.

  ફૈજુલ હસન કાદરીએ જણાવ્યું હતું કે, તેમને કોઈ બાલક નથી. તેથી તેમની પત્નીએ કહ્યું હતું કે, આપણે એવી કોઈ ઈમારત બનાવી જોઈએ જેથી આપણાં મર્યા પછી પણ લોકો આપણને યાદ રાખે.

 

(12:40 am IST)
  • રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં વીરા દેસાઈ રોડ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આગ ભભૂકી : બે લોકોના મોત :રાત્રે 8-30 વાગ્યા આસપાસ ટ્રાન્સકોન ઇમારતના 10માં અને 11માં માળે આગ લાગી ;ફ્લેટ ન,10001માં ફસાયેલા ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા :ફ્લેટમાં હોલમાં બે સળગેલા શબ મળ્યા :ફ્લેટ ન,1001 અને 11માં માળે કેટલાક ભાગમાં વીજળીના તાર,ઘરનો સમાન,લાકડાનું ફર્નિચર બળીને ખાખ access_time 12:47 am IST

  • રાજકોટ : જેતપુરના ઉમરાળી ગામે માતા પુત્ર એ જેરી દવા ગટગટાવી:પુત્ર માત્ર 6 માસ ની ઉંમર:અગમ્ય કારણોસર જેરી દવા પીધી: પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ માં ખસેડાયા:વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા access_time 2:27 pm IST

  • એસ. ટી. બોર્ડની તીજોરી ૧ દિ'માં છલકાઇ ગઇઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ અમદાવાદ ૯૦ લાખ સાથે ફર્સ્ટ નંબરે : એસ. ટી. બોર્ડે પણ રેકોર્ડ તોડયોઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ રાજકોટમાં ૬૦ સહિત રાજયભરમાં ૭પ૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડવાઇઃ બોર્ડની તીજોરી ફાટફાટઃ દરેક ડેપો-ડીવીઝનમાં ચિક્કાર ગીર્દીઃ ૩ લાખ ર૪ હજાર કિ. મી. બસો ગઇકાલે ૧ દિ' માં દોડીઃ અમદાવાદ રાજયમાં ૯૦ લાખની આવક સાથે ફર્સ્ટ નંબરે access_time 3:44 pm IST