Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આયકર વિભાગે યેદિયુરપ્પાના પૂર્વ અંગત મદદનીશના ઘરે દરોડા પડ્યા: જે એક સમયે એસટીનો ડ્રાઇવર હતો

આઈટી વિભાગે સિંચાઈના કામોમાં રોકાયેલા કર્ણાટકના કેટલાક કોન્ટ્રેક્ટરોના નિવાસની તલાશી લીધી હતી, જેમાં એમ.આર ઉમેશનો સમાવેશ થાય છે, જે ભાજપના બા ગી તેવર દર્શાવી રહેલા પૂર્વ સીએમ બી એસ યેદિયુરપ્પાના અંગત મદદનીશ રહી ચૂક્યા હતા.

 અહેવાલો અનુસાર, આ ઉમેશ બીડીએમટીસીના પુટ્ટેનહલ્લી ડેપોમાં ડ્રાઇવર-કમ-કંડક્ટર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ યેદિયુરપ્પાના અંગત મદદનીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.  તેમણે એક દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કર્યું હતું, જોકે નિયમો મુજબ ૨ થી ૫  વર્ષનો કાર્યકાળ હોય છે.

(11:39 pm IST)