Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પત્નીને કોબ્રા સાપ કરડાવી મારી નાખવાનો અંજામ : કેરળ કોર્ટે પતિને આજીવન કેદની સજા ફરમાવી અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો : 25 વર્ષીય અસક્ષમ પત્ની સૂતી હતી ત્યારે તેના ઉપર કોબ્રા સાપનો ઘા કર્યો હતો

કેરળ : કેરળમાં 25 વર્ષીય અસક્ષમ પત્ની સૂતી હતી ત્યારે તેના ઉપર કોબ્રા સાપનો ઘા કરી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને કેરળ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.તથા 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉથરા નામક પત્ની અને સૂરજ નામક પતિના આ વિરલ તેવા કેસમાં કેસમાં જસ્ટીસ મનોજ એમની અધ્યક્ષતામાં કોલ્લમની અધિક સત્ર અદાલતે આ સજા સંભળાવી હતી જ્યાં પતિએ સાપ કરડવાથી મૃત્યુને પ્રેરિત કરવા માટે તેની સુતેલી પત્ની પર ભૂખે મરતો કોબ્રા ફેંકી હત્યા કરી હતી.

કોર્ટે સૂરજને હત્યા અને હત્યાના પ્રયાસ માટે બેવડી આજીવન કેદ, ઝેરથી નુકસાન પહોંચાડવા બદલ 10 વર્ષની કેદ અને પુરાવા ગાયબ થવા બદલ 7 વર્ષની સજા ફટકારી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:13 pm IST)