Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિશ્વમાં દરરોજ ૬૦ સગીરાના પ્રસૂતી પીડાથી મોત

વિશ્વમાં સૌથી વધારે બાળલગ્નો ભારતમાં : દર ત્રણ લગ્નમાંથી એક લગ્ન ભારતમાં થાય છે

નવી દિલ્હી, તા., ૧૩: બાળ વિવાહના કારણે વિશ્વમાં રોજ ૬૦ દિકરીઓ મોતને ભેટી રહી છે. જેમાં ૬ દક્ષીણ એશીયાથી છે. વર્ષમાં રર હજાર બાળ વધુઓની ઓછી ઉંમરમાં ગર્ભાવસ્થા અને ડીલેવરી દરમિયાન મૃત્યુ થાય છે. આ ખુલાસો સેવ ધ ચિલ્ડ્રન ઇન્ટરનેશનલ રીપોર્ટમાં થયો છે. રીપોર્ટ મુજબ પુર્વી એશીયા અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં દર વર્ષે ૬૫૦ અને લેટીન અમેરીકી-કેરેબીયાઇ દેશોમાં વાર્ષીક પ૬૦ બાળ વધુઓની અસમય મોત થાય છે. વિશ્વમાં સૌથી વધુ મોટી પશ્ચિમ અને મધ્ય આફ્રીકી દેશોમાં થાય છે. જયાં લગભગ ૯૬૦૦ દીકરીઓના દર વર્ષે મોત થાય છે.

રીપોર્ટ મુજબ રપ વર્ષમાં ૮ કરોડ બાળ વિવાહ રોકવામાં આવ્યા છે. પણ કોરોના દરમિયાન સ્વાસ્થ્ય સુવિધાઓની મુશ્કેલીઓ, બેરોજગારી અને ગરીબી વધવાથી ઘરેલુ હિંસા વધી છે. જેથી સગીરાઓની શિક્ષા ઉપર ખરાબ અસર પડેલ. જેથી બાળ વિવાહના મામલા વધ્યા છે.

ચોંકાવનારા આંકડા મુજબ પ દેશો બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઇથોપીયા, ભારત અને નાઇજીરીયામાં પ૦ ટકાથી વધુ સંખ્યા બાળ વિવાહની છે. અત્યાર સુધીમાં ૬૫ કરોડ સગીરાઓના લગ્ન બાળપણમાં થયા છે. સૌથી વધુ મોત ૧પ થી ૧૯ વર્ષ દરમિયાન ડીલેવરથી થાય છે. ઉપરાંત વિશ્વની ૩ માંથી ૧ બાલીકાવધુ ભારતમાં છે.

(4:09 pm IST)