Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નરેન્દ્ર ભાઇએ લોન્ચ કરેલ 'ગતિશકિત' યોજના શું છે ? કઇ રીતે કરશે કામ?

નવી દિલ્હી,તા. ૧૩: નરેન્દ્રભાઈએ લોન્ચ કરેલ ગતિશકિત યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના ૧૬ મંત્રાલયો અને વિભાગોના એક પ્લેટફાર્મ પર લાવવામાં આવશે. જેના માધ્યમથી કેન્દ્ર સરકાર તમામ મોટી યોજનાઓ માટે તમામ વિભાગોમાં સમન્વય સ્થાપિત થઈ શકશે. દેશની પ્રગતિની રાહમાં આ યોજનાની બહું મહત્વની ભૂમિકા મનાઈ રહી છે. પીએમના જણાવ્યાનુંસાર ગતિ શકિત પરિયોજના વિભાગીય અડચણોને ખતમ કરવી દેશે અને પ્રમુખ માળખાગત ઢાંચાની પરિયોજનાઓમાં હિતધારકો માટે સમગ્ર યોજનાઓ સંસ્થાગત રુપ આપશે.

ગતિ શકિત યોજના અંતર્ગત એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે. જેનાથી કેન્દ્ર સરકારને વર્ષ ૨૦૨૪ -૨૫ સુધીની સૌથી મોટી યોજના અંગે સંપૂર્ણ જાણકારી હશે. સૂત્રોના જણાવ્યાનુંસાર દરેક પ્રોજેકટના સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, એ બાદ ફાયદા અને નુકસાન આ તમામ જાણકારી વેબસાઈટ પર નાંખવામાં આવશે.

પીએમ ગતિશકિત રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના એક એકીકૃત યોજનાના રુપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આનો હેતુ છે દરેક ડિપાર્ટમેન્ટમાં એક સાથે લઈને ચાલવાનો છે. જેનાથી કોઈ કામમાં કોઈ અડચણ ન આવે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, વ્યવધાનોને ઓછા કરવા, ખર્ચની દક્ષતાની સાથે કામ જલ્દી પૂરી કરવા સુનિશ્યિત કરના રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર પ્રાથમિક માળખાના વિકાસ માટે માર્ગદર્શક સિદ્ઘાંત છે.

આ અંતર્ગત તમામ વિભાગોમાં એક કેન્દ્રીકૃત પોર્ટલના માધ્યમથી એક બીજાની પરિયોજનાઓની ખબર પડશે અને મલ્ટી મોર્ડલ કનેકિટવિટી લોકો, વસ્તુઓ અને સેવાઓનાં આદાન પ્રદાન માટે એકીકૃત અને નિબોધ કનેકિટવીટી પ્રદાન કરશે. ગતિશકિત પરિયોજના વ્યાપકતા, પ્રાથમિકતા, અનુકુળન, સમકાલીન અને વિશ્લેષણાત્મક તથા ગતિશીલ થવાના ૬ સ્તંભો પર આધારિત છે. આ મોટા પાયા પર રોજગારની તક પેદા કરશે. રસદ ખર્ચમાં ઘટાડો કરશે. સપ્લાય સ્તરે સુધારો કરશે અને સ્થાનીક વસ્તુઓને વિશ્વ સ્તર પર પ્રતિસ્પર્ધી બનાવશે.અલગથી યોજના અને ડિઝાઈન કરવાની જગ્યાએ પરિયોજનાઓને હવે એક સામાન્ય દ્રષ્ટિથી ડિઝાઈન અને તેમના ક્રિયાન્વયન કરવામાં આવશે. જેમાં ભારતમાલા, સાગરમાલા અને અંતરદેશીય જળમાર્ગો જેવા વિભિન્ન મંત્રાલયો અને રાજય સરકારોને પાયાગત માળખાની યોજનાઓમાં સામેલ થશે. જેમાં ટેકસટાઈલ કલસ્ટર, ફાર્માસ્યૂટિકલ કલસ્ટર, રક્ષા, ઈલેકટોનિક પાર્ક, ઔદ્યોગિક સેકટર, ફિશિંગ કસસ્ટર અને એગ્રી ઝોન જેવા આર્થિક સેકટરને કનેકિટવીટીમાં સુધારો અને ભારતીય વ્યવસાયોને અધિક પ્રતિસ્પર્ધી બનાવવા માટે કવર કરવામાં આવશે.

(3:53 pm IST)