Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાવરકરે ગાંધીજીના કહેવા પર અંગ્રેજોને દયા અરજી કરી'તી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કર્યો બચાવ

નવી દિલ્હી, તા., ૧૩:  વીર સાવરકરને લઇને દેશનું રાજકારણ ફરી એક વખત ગરમાયુ છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને સંદ્યના પ્રમુખ મોહન ભાગવતે સાવરકર પર એક પુસ્તકનું વિમોચન કરતા આ મુદ્દા પર વિસ્તારથી વાત કરી છે. એક તરફ સાવરકરના વિરોધીઓ પર નિશાન સાધવામાં આવ્યુ તો બીજી તરફ તેમણે દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી ગણવામાં આવ્યા છે.

સાવરકરના બચાવમાં રાજનાથ

કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર આપીને કહ્યુ કે જેલમાં બંધ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવા પર જ અંગ્રેજોને દયા અરજી લખી હતી. આ વિશે વાત કરતા સાવરકરને લઇને કેટલાક જૂઠ ફેલાવવામાં આવ્યા છે. એવુ કહેવામાં આવ્યુ હતુ કે સાવરકરે અંગ્રેજો સામે કેટલીક વખત દયા અરજી કરી હતી પરંતુ સત્ય તો આ છે કે સાવરકરે આ બધુ ગાંધીજીના કહેવા પર કર્યુ હતુ, તેમના કહેવા પર જ સાવરકરે જેલમાં બેસીને દયા અરજી દાખલ કરી હતી.

રાજનાથ સિંહે તે લોકોને પણ આડે હાથ લીધા હતા જેમણે વીર સાવરકરને ફાસીવાદી ગણાવ્યા હતા, તેમની નજરમાં સાવરકર એક સ્વતંત્રતા સેનાની હતા, તેમણે માત્ર તે લોકોને બદનામ કર્યા જે માકર્સવાદી અને લેનિનવાદી વિચારધારાનું પાલન કરે છે. રાજનાથે ભાર આપીને કહ્યુ કે સાવરકરને લઇને જે નફરત ફેલાવવામાં આવી રહી છે, તે તથ્યહિન છે. આ સિવાય રાજનાથ સિંહે સાવરકરને દેશના પ્રથમ સંરક્ષણ જાણકાર ગણાવ્યા હતા, તેમના અનુસાર બીજા દેશો સાથે કેવી રીતે સબંધ રાખવામાં આવે, તેને લઇને સાવરકરની નીતિ એકદમ સ્પષ્ટ હતી.

(2:59 pm IST)