Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

૧૭ મીથી Flipkart નું બીગ દિવાળી સેલઃ ૮૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

રાજકોટઃ દિવાળીના તહેવારો ઉપર ફલીપકાર્ટ દ્વારા બીગ દિવાળી સેલની ઘોંષણા કરવામાં આવી છે. આ સેલ દરમિયાન મોબાઇલ, ટેબ્લેટ, ટીવી અને ઇલેકટ્રોનીકસ  ચીજવસ્તુઓ ઉપર રોમાંચક ઓફરનો વાયદો કરવામાં આવ્યો છે. ૧૭ થી ૨૩ ઓકટોબર સુધી સેલ ચાલુ રહેશે. જેમાં જુદી-જુદી ચીજવસ્તુઓ ઉપર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ  ઉપરાંત ૧૦ ટકા સુધીનું ઇન્સ્ટંટ ડીસ્કાઉન્ટ  આઇસીઆઇસીઆઇ અને એકસીસ બેંકના ગ્રાહકો માટે આપવામાં આવશે. સ્માર્ટ ફોન, ટેબ્લેટ ઉપર ૮૦ ટકા સુધી જયારે ટીવી અને એપ્લાયન્સીઝ ઉપર ૭પ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વેબ પેઇઝ ઉપર ક્રેઝી ડીલ્સ નામની કેટેગરી અંતર્ગત સેલના દિવસોમાં બપોરે ૧ર વાગ્યે સવારે ૮ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે નવી આકર્ષક ઓફર આપવામાં આવશે અને ટાઇમબોમ્બ ડીલ કેટેગરીમાં સાંજે ૬ થી ૧ર વચ્ચે દરેક એક કલાકે નવી ઓફર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

(12:45 pm IST)