Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રેડ સિગ્નલ પર ગાડીનું એન્જીન બંધ રાખો,પ્રદુષણ 13થી 20 ટકા ઓછું થશે અને વર્ષે 250 કરોડના ફયુલની બચત થશે : કેજરીવાલ

દિલ્હીમાં કોઈ પણ વિસ્તારમાં પ્રદુષણ વધતુ દેખાય તો સરકારને સૂચના આપો,લોકો સપ્તાહમાં એક દિવસ પોતાનુ વાહન ના ચલાવે.

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે લોકોએ રેડ સિગ્નલ પર ગાડીનુ એન્જિન બંધ કરવાની જરૂર છે. સરકારનો આંકડો કહે છે કે, આવુ કરવાથી વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાના ફ્યુલની બચત થઈ શકે તેમ છે અને ૧૩ થી ૨૦ ટકા પ્રદુષણ ઓછુ થઈ શકે છે. તેમણે લોકોને અપીલ કરી કે, દિલ્હીમાં કોઈ પણ વિસ્તારમાં પ્રદુષણ વધતુ દેખાય તો સરકારને સૂચના આપવામાં આવે. સાથે સાથે લોકો સપ્તાહમાં એક દિવસ પોતાનુ વાહન ના ચલાવે.

દિલ્હીની આસપાસના રાજ્યોમાં ખેડૂતોએ ખેતરોમાં પરાળી સળગાવવાની શરૂઆત કરી દીધા બાદ દિલ્હીના પ્રદુષણમાં ફરી વધાર થવા માંડ્યો છે. જેના પગલે દિલ્હીમાં ફરી વાહનો માટે ઓડ ઈવન સિસ્ટમ લાગુ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી પ્રદુષણમાં ભારે વધારો થઈ રહ્યો છે. આસપાસના રાજ્યોએ ખેડૂતોને પરાળીનો નિકાલ કરવા માટે મદદ નહીં કરી હોવાથી ખેડૂતો તેને સળગાવવા માટે મજબૂર બન્યા છે

(11:54 am IST)