Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ICICI પ્રુડેન્શિયલ ફંડે ૧ વર્ષમાં આપ્યુ અધધધ ૯૯.૬૮ ટકા વળતર

(કેતન ખત્રી) અમદાવાદ, તા., ૧૩:  ICICI પ્રુડેન્શિયલ ઇન્ડીયા ઓપોર્ચ્યુનીટીઝ અને સ્પેશ્યલ સિચ્યુએશન ફંડે આઉટસાઇઝડ રિટર્ન આપ્યું છે. મોટા ભાગની ડાઇવર્સિફાઇડ ઇકિવટી કેટેગરીઓ- લાર્જ, લાર્જ અને મિડકેપ, મલ્ટીકેપ, ફ્લેકિસકપ, ફોકસ, વેલ્યુ, ડિવિડન્ડ યીલ્ડ, ઇએલએસએસ, મિડકેપ અને દ્યણા સ્મોલ કેપ ફંડ્સને આઉટપરફોર્મ કરવામાં સફળ રહ્યા છે. એટલું જ નહીં, ફંડે તેના બેન્ચમાર્ક નિફ્ટી ૫૦૦ TRI પર ૩૯.૬ ટકાનો આલ્ફા જનરેટ કર્યો છે.

જાન્યુઆરી ૨૦૧૯ માં લોન્ચ થયેલ, ફંડની એનએવી રૂ.૧૦દ્મક વધી રૂ.૧૮.૫૫ થઇ છે.જયારે ફંડના પોર્ટફોલિયોની વાત આવે છે, ત્યારે આ લાભો મુખ્યત્વે ફંડ મેનેજર દ્વારા ઓફ-બીટ ઇન્વેસ્ટમેન્ટ કોલ્સને કારણે હતા. વીજળી, ટેલિકોમ, ફાર્મા, ધાતુઓ અને તેલ અને ગેસ જેવા ક્ષેત્રો પર ફંડ નું વજન વધારે હતું, જે તમામ છેલ્લા એક વર્ષમાં સારી કામગીરી બજાવી હતી.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના ઇડી અને સીઆઈઓ તથા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડના ફંડ મેનેજર એસ નરેન કહે છે, લાંબા ગાળા માટે, ખાસ પરિસ્થિતિમાં રોકાણ મોટા પ્રમાણમાં આલ્ફા જનરેટ કરે છે. જયારે નજીકના ગાળાના પ્રદર્શનની અસ્થિરતાને નકારી શકાતી નથી, મધ્યમ ગાળા દરમિયાન હાઈ કન્વિકશન કોલ શરૂ થવાથી આ વ્યૂહરચના મજબૂત વળતર આપે છે

(1:21 pm IST)