Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ફેસ્ટિવલ સીઝનમાં મોટી રાહત

કોરોનાના નવા કેસ ફકત ૧૫ હજારઃ સતત ૫માં દિવસે કેસ ૨૦ હજારથી ઓછા

એક દિવસમાં માત્ર ૧૫, ૮૨૩ નવા કેસ મળ્યા : ૨૪ કલાકમાં ૨૨, ૮૪૪ લોકો રિકવર થયા : એકિટવ કેસોની ટકાવારી જોઈએ તો આ હવે ૦.૬૧ ટકા બચ્યા

નવી દિલ્હી, તા.૧૩: દેશમાં કોરોના સંક્રમણના મામલામાં સતત દ્યટાડો યથાવત છે. ફેસ્ટિવલ સિઝનની પહેલાથી સતત ૫જ્રાક્નત્ન દિવસે ૨૦ હજારથી ઓછા મળ્યા છે. બુધવારે આવેલા આંકડા મુજબ ગત એક દિવસમાં માત્ર ૧૫, ૮૨૩ નવા કેસ મળ્યા છે. આ ઉપરાંત આ દરમિયાન ૨૨, ૮૪૪ લોકો રિકવર થયા છે. આની સાથે જ એકિટવ કેસોની સંખ્યામં તેજીથી દ્યટતા ૨, ૦૭, ૬૫૩ રહી ગઈ છે. આ આંકડો ગત ૨૧૪ દિવસમાં સૌથી ઓછો છે. દેશમાં રિકવરી રેટ તેજીથી વધતા ૯૮.૦૬ ટકા થઈ ગયો છે. જે માર્ચ ૨૦૨૦થી સૌથી સારી સ્થિતિ છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણથી ૩, ૩૩, ૪૨, ૯૦૧ લોકો સાજા થઈ ચૂકયા છે.

કુલ કેસોની સરખામણીએ એકિટવ કેસોની ટકાવારી જોઈએ તો આ હવે ૦.૬૧ ટકા બચ્યા છે. જે માર્ચ ૨૦૨૦થી સૌથી ઓછા છે. કોરોનાના નવા કેસોની સ્પીડ જે રીતે ઓછી થઈ રહી છે. તેનાથી આવનારા દિવસોમાં સંક્રમણથી જીતવાની આશા વધી ગઈ છે. આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન કોરોનાના કેસોનો કેર જોતા સ્થિતિ દ્યણી સારી છે. એકસપર્ટના જણાવ્યાનુંસાર રસીકરણના ચાલતા આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ૯૬.૪૩ કરોડથી વધારે કોરોનાની રસી લગાવાઈ ચૂકી છે. એટલું જ નહીં આ મહિનાના અંત સુધી આ આંકડો એક અરબને પાર પહોંચી શકે છે.

કોરોનાની રસીની આ સ્પીડ કોરોનાની વિરુદ્ઘ જંગમાં ઉત્સાહ વધારનારી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધી તમામ વયસ્કોને કોરોના રસી લગાવવાનું એલાન કર્યું છે. રસીકરણ અભિયાનની શરુઆત આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ થઈ હતી. અત્યાર સુધીમાં દેશમાં આટલી મોટી સંખ્યામાં રસી લાગવી કોરોનાની વિરુદ્ઘ જંગમાં એક મોટી સફળતા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સીઝનની પહેલા કોરોનાથી મળતી રાહતે બજારમાં આશાને વધારી છે. દિવાળીની આસપાસ આ બજારોમાં રોનક વધી શકે છે. આનાથી ઈકોનોમીની સ્પીડ મળવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે અને ગત ૨ કવાર્ટ્સના આંકડા પણ તેના સંકેત છે.

(11:38 am IST)