Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બળાત્કારનો ભોગ બનેલી પીડિતાની ઓળખ શા માટે જાહેર કરી ? : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ જજનો ખુલાસો માંગ્યો

ભોપાલ : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે બળાત્કારનો ભોગ બનેલી પીડિતાની ઓળખ જાહેર કરી દેવા બદલ ટ્રાયલ કોર્ટ જજનો ખુલાસો માંગ્યો છે.
સિંગલ-જજ જસ્ટિસ દીપક કુમાર અગ્રવાલે કહ્યું કે તે ભારતીય દંડ સંહિતાની કલમ 228A અને નિપુન સક્સેના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે.
હાઇકોર્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 439 હેઠળ બળાત્કારના આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.
આરોપી મુકેશ કુશવાહા સામે ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 376 અને 506 અને કલમ 5 (n)/6 (a) અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ 2012 ની કલમ 11/12 હેઠળ શિક્ષાપાત્ર ગુના નોંધવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે આરોપીને જામીન આપતી વખતે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે બળાત્કાર પીડિતાનું નામ જાહેર કર્યું છે.જે ભારતીય દંડ સંહિતા તથા  સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:21 am IST)